મોદીએ કરેલું કામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે : તારિક અઝીઝ

જયપુર : ભારતે એક સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. જો કે આ કામ પાકિસ્તાન 1947થી કરી રહ્યું છે.વડાપ્રધાન કંઇ પણ કરવા ઇચ્છે તો કેટલાત નેતાઓ તેને રોકી રહ્યા છે.જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલથી માંડીને પુર્વમુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનો પણ સમાવેશ થાય છે. આ વક્તવ્ય પાકિસ્તાનમાં જન્મેલા કેનેડિયન લેખક તારિક ફતહનું છે. તેઓ રવિવારે જયપુર ડાયલોગ્સ ફોરમનાં ઓપન હાઉસમાં ભાગ લેવા માટે અગ્રવાલ કોલેજ આવ્યા હતા.

આ પ્રસંગે તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાંત તેમણે મૌલાનાઓ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની વર્તમાન સ્થિતીને તેમણે ભારતીય નેતાઓને પણ જવાબદાર ઠેરવ્યા. 1947માં બલૂચિસ્તાનનાં નેતાઓએ કોંગ્રેસી નેતાઓ સાથે મળીને બલુચને ભારતમાં ભેળવવાની વાત કરી હતી. ત્યાર બાદ 1999માં જ્યારે કારગીલની લડાઇમાં ભારતીય સેના આગળ વધી રહી હતી તો એલઓસી પાર ન કરવાની વાત કરીને અટકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાન પર નજર રાખવાની જરૂર છે.

મૌલવિઓની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું કે, કેટલાક લોકો મુસ્લિમોને જન્નતનો રસ્તો બતાવે છે, તે મુસ્લિમો ક્યારેક હિન્દુઓને પણ પુછે કે જન્નત કેવી છે. તેમની તો આવન જાવન રહે છે. ઉપ્રના મૌલના મહેમુદ ગઝવનીના શિક્ષા મોડલ પર મદરેસા ચલાવવાની વાત કરી રહ્યા છે. આ મૌલવીઓને પુછો કે ગઝનવીએ ભારત માટે શું કર્યું છે ?

You might also like