પાકે ચીને બનાવેલી વાયુ સંરક્ષણ સિસ્ટમને સેનામાં શામેલ કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને પોતાની વાયુ સુરક્ષાને મજબુત કરવા માટે અને જોખમનો સામનો કરવા માટે રવિવારે ચીન નિર્મિત મિસાઇલ સંરક્ષણ સિસ્ટમને વાયુ સેનામાં દાખલ કરી છે. પાકિસ્તાન સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સેના ન્યૂનતમથી મધ્યમ ઉંચાઇ વાયુ સંરક્ષક સિસ્ટમ એલઆઇ 80ને શામેલ કયું છે.

સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાની હાજરીમાં રાવલપિંડીમાં સેના સભાગાર દ્વારા આયોજિત સમારોહ દરમ્યાન તેને સેનામાં શામેલ કરવામાં આવ્યું છે. એલઆઇ 80 એક ચીની મોબાઇલ વાયુ સંરક્ષણ સિસ્ટમ છે. આ પ્રસંગે બાજવાએ કહ્યું છે કે એલઆઇ 80 એલઓએમઇડીએસથી અમારી ક્ષમતામાં વધારો થયો છે.

http://sambhaavnews.com/

You might also like