હવે વેરઝેર ભુલવાનો યોગ્ય સમય છેઃ નવાઝ શરીફ

કરાંચી: પીએમ નવાઝ શરીફે કહ્યુ છે કે, ભારત અને પાકિસ્તાન માટે દુશ્મનીને હવે અભેરાઇએ મુકી દેવાનો સૌથી શ્રેષ્ઠ સમય આવી ગયો છે. તેમણે પીએમ મોદીની લાહોર યાત્રાથી ઉભી થયેલી શાંતિ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે તેવી આશા વ્યકત કરી છે. નવાઝ શરીફે કહ્યુ છે કે, ભારતના પીએમ લાહોર આવ્યા અને તેમણે મારી સાથે કેટલાક કલાકો પસાર કર્યા તે બદલ હું તેમનો આભાર માનુ છું. હવે સમય આવી ગયો છે કે, બંને દેશો દુશ્મની અને ઝઘડા બંધ કરી દયે. સદ્ભાવ જ તમામ બુરાઇઓનું સમાધાન છે.

તેમણે જણાવ્યુ છે કે, ભારતીય વડાપ્રધાન લાહોર આવ્યા અને તેમણે કેટલોક સમય આપ્યો. હવે ઉચિત સમય છે કે, બંને દેશ વેરઝેર ભુલી જાય. તેમણે બ્લુચિસ્તાનમાં એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, સદ્દભાવના જ તમામ દર્દની દવા છે.નવાઝ શરીફે મોદી લાહોર આવ્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, એ નક્કી થયુ છે કે, અમેભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાનો સીલસીલો ફરીથી શરૂ કરશું.

You might also like