પાક.હેકર્સે DU,AMU અને IIT દિલ્હીની વેબસાઇટ હેક કરી

નવી દિલ્હી : દિલ્હી યૂનિવર્સિટી, આઇઆઇટી દિલ્હી અને અલીગઢ મુસ્લવિમ યુનિવર્સિટીની અધિકારીક વેબસાઇઠ હેક કરી લેવામાં આવી છે. તેની પાછળ પાકિસ્તાન હૈકર્સનો હાથ હોવાનું જણાવાઇ રહ્યું છે. હેકર્સ પોતે પીએચસી ગ્રુપના હોવાનું જણાવી રહ્યા છે, જેણે ગત્ત વર્ષે દેશની કુલ 7100 વેબસાઇટ્સને હેક કરવાનો દાવો કર્યો હતો. મળતી માહિતી અનુસાર ત્રણેય વેબસાઇટ થોડા સમય માટે જ હેક રહી હતી. હાલ તે પુર્વવત્ત કામ કરી રહી છે.

ગત્ત વખતે પણ જ્યારે તેમણે હેકિંગનો દાવો કર્યો હતો તેની કલાક બાદ તમામ વેબસાઇટ્સને રિસ્ટોર કરી લેવામાં આવી હતી. જો કે ત્યારે કેટલાક ભારતીય હેકર્સે પાકિસ્તાનની ઘણી સરકારી વેબસાઇટ્સ હેક કરવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડીયુની વેબસાઇટ નબળી છે. વધારે આશા છે કે હૈકર્સે માત્ર વેબસાઇટનુ ફ્રંટ એડ હેક કર્યું હતું.

હાલ તે પણ સ્પષ્ટ નથી કે યૂનિવર્સિટીની વેબસાઇટમાંથી જરૂરી ડેટાની ચોરી કરવામાં આવી છે કે નહી. કારણ કે સમાચાર લખાય છે ત્યાં સુધી યૂનિવર્સિટી તરફથી કોઇ અધિકારીક નિવેદન અપાયું નથી. આ વેબસાઇટને હેક કરનારે લખ્યું કે તમને ખબર છે કે તમારા કથિત હીરો (જવાન) કાશ્મીરમાં શું કરી રહ્યા છે ? શું તમને ખબર છે કે તેઓ કાશ્મીરનાં નિર્દોશોની હત્યા કરી રહ્યા છે.

PunjabKesari

You might also like