હાર્ટ ઓફ એશિયા : મોદીએ કહ્યું કેમ છે શરીફ, અજીજે કહ્યું મજામાં

અમૃતસર : હાર્ટ ઓફ એશિયાની છઠ્ઠી મંત્રીસ્તરીય બેઠકની પુર્વ સંધાએ ભારત અને પાકિસ્તાન તે સમયે સામ સામે દેખાયા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફનાં વિદેશ મુદ્દાનાં સલાહકાર સરતાજ અઝીઝ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત માત્ર કેટલાક સેકન્ડ્સ માટે રાત્રીભોજન દરમિયાન તમામ ડેલીગેટ્સના એકબીજાની થયેલ મેલ મુલાકાતનો એક હિસ્સો હતી.

અજીજે શનિવારે મોડી સાંજે જ ખાસ વિમાનથી આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ વિદેશ મંત્રીઓના સન્માનમાં આયોજીત રાત્રીભોજમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અજીજ અને ચાર અન્ય દેશનાં વિદેશ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકા કરી હતી.
વડાપ્રધાને અજીજ સાથે હાથ મિલાવ્યો હતો અને પુછ્યું કે તેમના વડાપ્રધાન નવાઝ શરીફ કેમ છે. જે અંગે અજીજે કહ્યું કે શરીફ બિલ્કુલ સારા છે અને તેમને(મોદીને) શુભકામનાઓ આવી છે. આ સંક્ષીપ્ત મુલાકાત બાદ કોઇ ના તો મુલાકાત ના તો વાતચીત

You might also like