મંગળવારે પુંછમાં તો બુધવારે આરએસપુરા, રામગઢ,અરણિયામાં પાકે. કર્યું ફાયરિંગ

જમ્મૂ-કશ્મીરના આરએસપુરામાં પાકિસ્તાને વધુ એક વખત ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મંગળવારે રાત્રે પૂંછમાં પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ભારતીય જવાન ઘાયલ થયો હતો.

આરએસપુરામાં કરાયેલા ફાયરિંગમાં BSFનો એક જવાન શહીદ થયો છે અને એક કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે. એટલું જ નહીં આ ફાયરિંગમાં 3 જેટલા નાગરિકો પણ ઘાયલ થયા છે. બુધવારે રાત્રિથી જ પાકિસ્તાને આરએસપુરા સેકટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું.

આ ફાયરિંગમાં પાકિસ્તાને 10 જેટલી ભારતીય પોસ્ટને નિશાન બનાવવામાં આવી હતી. આરએસપુરા સિવાય નાપાક પાકિસ્તાને અરનિયા અને રામગઢ સેક્ટરમાં પણ ફાયરિંગ શરૂ કર્યું હતું.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં તમિલનાડુના ધર્મપુરીના રહેવાસી BSF હેડ કોન્સ્ટેબલ સુરેશ શહીદ થયા છે. જ્યારે ઓરિસ્સાના મયૂરભંજના રહેવાસી કોન્સ્ટેબલ દુબરાજ મુર્મુ ઘાયલ થયા છે. જો કે પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે અને હોસ્પિટલોને પણ એલર્ટ કરાયા છે.

You might also like