તંગધાર-અખનૂર-મેંઢરમાં સીમા પરથી ગોળીબાર, BSFની જવાબીકામગીરીમાં PAKને ભારે નુકશાન

જમ્મુ-કશ્મીરઃ પોકમાં ઘુસીને ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ત્યારે પાકિસ્તાની સીમા દ્વારા સતત સિઝફાયરનું ઉલ્લધન થઇ રહ્યું છે. ગુરૂવારે સાંજે એલઓસી પર પાકિસ્તાન તરફથી જબરજસ્ત ફાયરિંગ થયું હતું. તંગધાર, અખનૂર મેંઢરમાં ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાની રેન્જર્સ તરફથી ભારતીય સેનાની ચોકિયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. એલઓસી પર ખૂબ જ નજીકથી પાકિસ્તાની સેનાએ ગોળા વરસાવ્યા હતા.

બીએસએફના જવાન પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. બીએસએફએ જવાબી કામાગીરીમાં પાકિસ્તાની સીમામાં ખૂબ જ નુકશાન પહોંચાડ્યું છે. કઠુઆમાં બીએસએફે સીમા પરા જવાબી કાર્યવાહી કરી છે. બીએસએફ દ્વારા થયેલા ફાયરિંગથી પાકિસ્તાની સીમાની અંદર નારોવાલમાં શકરગઢમાં કેટલાક ગામોમાં આગ લાગી છે અને અફરાતફરીની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાન અને સુરક્ષાદળોને અનેક ટાવરો નષ્ટ કરી દીધા છે. બીએસએફની કાર્યવાહીમાં કેટલાક પાકિસ્તાની રેન્જર્સ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પાક રેન્જર્સને લઇ જવા માટે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે.

અનખૂરમાં સેની પોસ્ટ પર આતંકી હુમલો થયો હતો. જેમાં પાંચ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. આ આતંકી હુમલા પાછળ પાકિસ્તાની સેનાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેરી, મેંઢર અને પૂછમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. બીએસએફના જવાન પાકિસ્તાની હરકતનો જવાબ આપી રહ્યાં છે. સેનાની તમામ ટૂંકડીઓ સક્રિય થઇ ગઇ છે. પાક સેના દ્વારા એલઓસી પર દારૂગોળા ફેકવામાં આવી રહ્યાં છે. જેમાં એક જવાન શહિદ થયો છે. જ્યારે એક જવાન ઇજાગ્રસ્ત છે.


સેના પ્રમુખ જનરલ બલવીર સિંહ એનએસઇ અજીત ડોભાલ અને રક્ષામંત્રી મનોહર પર્રિકરે પાકિસ્તાન તરફથી થઇ રહી કાર્યવાહી અંગે માહિતી માંગી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે સેનાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા જણાવ્યું છે.

You might also like