સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકે સરહદ પર સૈન્ય ખડકલો કર્યો

નવી દિલ્હી : પીઓકેમાં ભારત દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન ધુંધવાયું છે. જો કે પાકિસ્તાને ધુંધવાટમાં જ ભારતીય સીમા પર પોતાની ગતિવિધિ વધારી દીધી છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર સેનાની પાંચ બટાલિયન એલઓસી તરફ કુંચ કરી રહી છે. આ પાકિસ્તાની સેનાની રિઝર્વ બટાલીયન છે.

શનિવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરનાં અખનુરમાં પાકિસ્તાન તરફતી ભારે ફાયરિંગ થઇ રહ્યું છે. મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રએ પણ અનેક રાજ્યોમાં હાઇએલર્ટ આપ્યું છે. કેન્દ્રએ જણાવ્યું કે બદલો લેવા માટે પાકિસ્તાન ઉશ્કેરણીજનક કાર્યવાહી પણ કરી શકે છે. આ દરમિયાન આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ ઉધમપુર પહોંચ્યા અને નોર્ધન કમાન્ડોને મળ્યા. ઉપરાંત હૂમલાની તપાસ પુરી થાય ત્યાં સુધી ઉરી બ્રિગેડ કમાન્ડરને શિફ્ટ કરવામાં આવ્યા છે.

પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ અખનુર સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામ ભંગ કર્યો છે. શનિવારે અખનુરના પ્લનવાલામાં ભારે ફાયરિંગ થયું. પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવી. પાકિસ્તાન તરફથી 48 કલાકમાં આ ચોથીવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જ્યારે સપ્ટેમ્બર બાદથી અત્યાર સુધીમાં છઠ્ઠીવાર ઉલ્લંઘન થયું છે.

You might also like