પાકિસ્તાન આર્મીએ ફરીથી બલૂચિસ્તાનના બાળકો અને મહિલાઓને બંધક બનાવ્યા

બલૂચિસ્તાન: પાકિસ્તાન સેનાએ બલૂચિસ્તાન પર પોતાની નિર્દયતા દેખાડતા માનવાધિકારીનું ઉલ્લંઘન કર્યું છે. તરબતમાં પાકિસ્તાની સેનાએ માસૂમ બાળકો અને મહિલાઓમે પાંચ દિવસથી એક ઘરમાં બંધક બનાવીને રાખ્યા છે.
તો બીજી બાજુ બલૂચ નેશનલ ફ્રંટ પાક સેનાએ આ કામનો સખત વિરોધ કરી રહ્યા છે.

બલૂચિસ્તાનના ડેરા બુગતી જ્ઞાનેંદ્રી અને ઉજમનમાં પાકિસ્તાની સેનાનો ભયંકર હુમલો ચલાવી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની સેના જ્ઞાનેંદ્રી જતરો રખોના નાગરિક સ્થળ પર ભારે બોમ્બ બ્લાસ્ટ કરી રહી છે. પાકિસ્તાનની આ
નિર્દયતા પર બલોચની મહિલાઓ પણ વિરોધ કરી રહી છે. પાકિસ્તાની સેના આખા બલૂચિસ્તાનમાં બલૂચો વિરુદ્ધ અભિયાન કરી રહી છે. પાકિસ્તાની સેના દ્વારા બલૂચના નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તો ક્યાંયક
પાકિસ્તાની સેના તેમને ઘરથી ઉઠાવી લે છે.

બલોચ એક્ટિવિસ્ટ શેર મોહમ્મદ બુગતીનું માનવું છે કે પાકિસ્તાની સેના ડેરા બુગતીની સીમા વાળા વિસ્તારમાં નાગરિકો પર હવાઇ હુમલો કરી રહી છે અને લોકો આમ તેમ આશરો લઇ રહ્યા છે. બલૂચ પર પાકિસ્તાનનો આવો હુમલો ત્યારે થયો છે જ્યારે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો જેને લઇને પાકિસ્તાને પણ ખૂબ વાંધો ઉઠાવ્યો હતો.

You might also like