૫૩.૪ કરોડમાં વેચાયું અા પેઈન્ટિંગ

મેક્સિકન અાર્ટિસ્ટ ફ્રીડા કેલોએ ૧૯૩૯માં બનાવેલું એક પેઈન્ટિંગ ન્યુયોર્કમાં સોધબીઝના ઓક્શનમાં ૮ મિલિયન ડોલર એટલે કે અાશરે ૫૩.૪ કરોડ રૂપિયામાં વેચાયું હતું. અા અાર્ટિસ્ટનું છેલ્લું પેઈન્ટિંગ ૨૦૦૬માં એ વખતે ૩૭ કરોડ રૂપિયામાં વેચાયેલું. જંગલમાં બે નગ્ન દેહો નિરાંતે અાડા પડ્યા હોય એવું દૃશ્ય ધરાવતું ધ અર્થ ઈટસેલ્ફ નામનું અા પેઈન્ટિંગ ફ્રીડાનું અત્યાર સુધીનું સૌથી મોંઘું પેઈન્ટિંગ છે.

You might also like