સેંસર બોર્ડે વિવાદાસ્પદ અધ્યક્ષ પહલાજની હકાલપટ્ટી કરી : પ્રસુનને સોંપાઇ જવાબદારી

નવીદિલ્હી : પહલાજ નિહલાનીને ભારતીય સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનાં ચેરપર્સન તરીકે હટાવવામાં આવ્યા હતા. એક ચેનલ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર લિરિસિસ્ટ, સોંગ રાઇટર અને કવિ પ્રસુન જોશીને બોર્ડનાં નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. જો કે હજી સુધી આ અંગે કોઇ પણ પ્રકારની અધિકારીક પૃષ્ટી નથી મળી રહી.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અહેવાલો આવ્યા હતા કે ઇન્ફોર્મેશન અને બ્રોડગાસ્ટિંગ વિભાગે પણ પહેલાનીનાં વિવાદો અને વિવાદાસ્પદ નિવેદનોને ધ્યાને રાખીને અગાઉ પણ તેમને હટાવવામાં આવે તે વાતનાં સંકેતો આપ્યા હતા. 28 જુલાઇએ નિહલાનીએ તિરુઅનંતપુરમમાં સીબીએફસીનાં સભયોની એક મીટિંગનું આયોજન કર્યું હતું.

સુચના અને પ્રસારણ મંત્રાલયનાં એક સુત્રએ જણાવ્યું કે નિહલાનીને સંકેતો મળી ચુક્યા હતા કે હવે તેમની કુર્શી ખતરામાં છે. આ અનુમાન લગાવાઇ રહ્યું છે કે નિહલાનીનાં બદલે ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા અથવા ટીવી પ્રોડ્યુસર અને એક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી લઇ શકે છે. જો કે હવે રાઇટર પ્રસુન જોશીને સીબીએફસીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

You might also like