સાનિયા-માર્ટિનાનું સતત ચોથું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું રોળાયું

પેરિસઃ ભારતની સાનિયા મિર્ઝા અને સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસની જોડીનું સતત ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાનું સપનું ગઈ કાલે રોળાઈ ગયું. ફ્રેન્ચ ઓપન ટેનિસના ત્રીજા રાઉન્ડમાં સાનિયા-હિંગિસને ચેક ગણરાજ્યની બારવોરા ક્રેજસિકોવા અને કટરીના સિનિઆકોવાની જોડીએ બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ઇન્ડો-સ્વિસ જોડીને ૩-૬, ૨-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો.

You might also like