25 જાન્યુઆરીએ રિલીઝ થશે ‘પદ્માવત’? રાજસ્થાને ફિલ્મ પર લગાવ્યો પ્રતિબંધ

પદ્માવત ફિલ્મની રિલિઝને લઇને ચાલતી અટકળોનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મી સૂત્રોને મળતી જાણકારી મુજબ સંજય લીલા ભંસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતની એક વધુ રિલીઝ તારીખ સામે આવી રહી છે. એક મળતા અહેવાલ મુજબ પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.

જો કે વાયકોમ 18 દ્વારા આ તારીખને સત્તાવાર સમર્થન આપ્યું નથી. ફિલ્મના રિલિઝ વચ્ચે રાજસ્થાન ભાજપના અધ્યક્ષે એક વાતચીતમાં જણાવ્યું છે કે સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને બહાલી આપવામાં આવ્યું હોય તો તેમાંથી આપત્તિજનક વાતને તેમાંથી દુર કરવી પડશે. જો ફિલ્મમાંથી આપત્તિજનક દ્રશ્યોને દૂર કરવામાં આવ્યો હોય તો કોઇ વાંધો નથી. જો એમ કરવામાં નહી આવ્યું હોય તો ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી નહી અપાઇ.

જો કે ફિલ્મની રીલિઝને લઇને સૂત્રોને મળતી જાણકારી મુજબ પદ્માવત ફિલ્મને રાજસ્થાનમાં રિલીઝ પર રોક લગાવામાં આવી શકે છે. રાજસ્થાનના ગૃહપ્રધાને પદ્માવત ફિલ્મને લઇને જણાવ્યું કે આ ફિલ્મને રાજસ્થાનમાં રિલિઝની મંજૂરી આપવામાં નહી આવે.

You might also like