“પદ્માવતી” ફિલ્મને આજ મળી શકે છે સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર કલાકારોની ફિલ્મ “પદ્માવતી” 1લી ડિસેમ્બરનાં રોજ રિલીઝ થવાની હતી. પરંતુ તેને લઇ વિવાદ વધતા સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ પર પ્રતિબંધ લાગી ગયો અને આ ફિલ્મ રિલીઝ થતાં અટકી ગઇ.

એક ન્યૂઝનાં આધારે મળતી માહિતી મુજબ હવે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની આ ફિલ્મને લીલી ઝંડી મળવાની શક્યતા છે. સૂત્રોનું માનીએ તો ફિલ્મનાં રિલીઝને લઇ એવાં અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે કે આ ફિલ્મ 5 અથવા 12 જાન્યુઆરીએ રિલીઝ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઇ લાંબા સમયથી થતો વિવાદ એ એવી બાબત પર ચાલી રહેલ છે કે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં પદ્માવતીનાં વ્યક્તિત્વને અલગ અલગ રીતે વળાંક આપ્યો છે.

સૂત્રોએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે આ ફિલ્મ બનાવનાર તરફથી 17 નવેમ્બરનાં રોજ સેન્સર બોર્ડને કોપી સોંપવામાં આવી હતી. ફિલ્મનાં નિર્માતાઓ તરફથી સેન્સર બોર્ડને જે ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવ્યા હતાં એમાં કેટલાંય પ્રકારની ખામીઓ દર્શાવવામાં આવી હતી.

You might also like