દિપીકાની ‘સોતન’ની થઈ રહી છે ચારેબાજુ ચર્ચા, ‘ઘૂમર..’ગીતમાં જોવા મળી ઝલક

સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ‘પદ્માવતી’ની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. ટ્રેલર બાદ ફિલ્મનું ‘ઘુમર…’ ગીત રિલીઝ થયું હતું, જેના પર તો દર્શકો મોહિત જ થઈ ગયા છે.

આ ગીત દિપીકા પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતમાં દિપીકાનો ડાન્સ એટલો બધો મનમોહક જોવા મળી રહ્યો છે કે ગીતમાં સૌ કોઈની નજર દિપીકા પર જ ટકી રહે. જો કે આ ગીતમાં જ અન્ય એક અભિનેત્રી બતાવવામાં આવી છે,જેના પર ચર્ચા થઈ રહી છે.

ફિલ્મમાં દિપીકા રાણી પદ્માવતીનો રોલ કરી રહી છે, જે રાજપૂત રાજા મહારાવલ રાણા રતનસિંહની બીજી પત્ની છે. એટલે કે રાણાની પહેલી પત્ની રાણી નાગમતી છે, જે ફિલ્મના આ ગીતમાં જોવા મળી રહી છે. જો કે લોકો તેને ઈગ્નોર કરી ગયા, પરંતુ આજકાલ દિપીકાની સોતન બનેલ આ રાણી પર લોકો ચર્ચા કરી રહ્યા છે.

રાણી નાગમતીનો રોયલ લુક ભણશાળીના ટ્વિટર પેજ પર જોવા મળી રહ્યો છે. નાગમતીનો રોલ સાઉથ સિનેમાની એક્ટ્રેસ અનુપ્રિયા કરી રહી છે. અનુપ્રિયાએ 2013માં તેલુગુ ફિલ્મથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. 5 દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવેલ આ ગીતને અત્યાર સુધી 25 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે.

You might also like