‘પદ્માવતી’ પર જયાઅે કહ્યું, ‘વધી રહી છે અસહિષ્ણુતા’

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (એસપી)ની સાંસદ તેમજ અભિનેત્રી જયા બચ્ચને ફિલ્મમેકર સંજય લીલા ભણશાળી પર તાજેતરમાં થયેલા હુમલાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ‘રચનાત્મકતા સાથે અા પ્રકારનો વ્યવહાર ન થવો જોઈઅે. જયાઅે કહ્યું કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે. કેટલાક લોકો માની રહ્યા છે કે તેઅો જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને નિશ્ચિત રાજકીય સરંક્ષણ પ્રાપ્ત છે.’

સાંસદે કહ્યું કે અા લોકોઅે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, તેઅો સંવૈધાનિક મૂલ્યો કે કાયદાકીય વ્યવસ્થાનું સન્માન કરતા નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી લાંબા સમયથી સરકારના મામૂલી સમર્થન કે તેના વગર જ અા બુરાઈ સામે લડી રહી છે. જયાઅે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગ મોટી સંખ્યામાં રોજગારીની તકો અાપે છે. અા પ્રકારના અવરોધો ઉદ્યોગની અાવક, વિકાસ અને રોજગારીના સર્જનને પ્રભાવિત કરે છે.

એસપી સભ્યઅે અે વાતે પણ નારાજગી વ્યક્ત કરી કે ભણશાળી સાથે મારપીટ કરાઈ અેસેટ પર શૂટિંગ ઉપકરણોની પણ તોડફોડ કરાઈ, તો પણ સરકારે તેની નિંદા ન કરી. ઉલ્લેખનીય છે કે રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઅોઅે ૨૭ જાન્યુઅારીઅે જયપુરમાં ભણશાળીની અાગામી ફિલ્મ ‘પદ્માવતી’ના સેટ પર હુમલો કર્યો હતો અને ભણશાળીની મારપીટ કરાઈ હતી.
http://sambhaavnews.com/

You might also like