હવે ‘પદ્માવત’ની રિલીઝનો આધાર સુપ્રિમ કોર્ટ પર, આજે SC સુનાવણી હાથ ધરશે

સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટના દરવાજે પહોંચી ગયો છે. જો કે આ ફિલ્મ હવે નવા પદ્માવતના નામે રિલીઝ કરવાની સેન્સર બોર્ડે મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મના ગીત ‘ઘૂમર…’માં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

જો કે તેમ છતાં કેટલાક રાજ્યોમાં સેન્સર બોર્ડની મંજૂરી છતાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે હવે ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સુપ્રિમ કોર્ટની શરણે પહોંચી ગયા છે.

આજે સુપ્રિમ કોર્ટ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. એવામાં આજે સુપ્રિમની સુનાવણી પર સૌની નજર રહેશે. સુપ્રિમ ફિલ્મ પરના પ્રતિબંધને અટકાવશે કે નહીં તે તો સુનાવણી બાદ જ ખ્યાલ આવશે.

ઉલ્લેખનીય છે કે, સેન્સર બોર્ડની મંજૂરી બાદ પણ હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજપૂત સંગઠનો હજુ પણ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. જેના પગલે સંજય લીલા ભણશાળી કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર બન્યા છે.

You might also like