વિરોધ વચ્ચે અમદાવાદના 10 મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થશે ‘પદ્માવત’

એક તરફ પદ્માવત ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે અને થિએટરના માલિકોમાં પણ ડર વ્યાપેલો છે, એવામાં અમદાવાદમાં 10 થિએટરોમાં ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના 10 મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોમાં વિવાદમાં ફસાયેલી ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ કરવામાં આવશે. આ તમામ મલ્ટિપ્લેક્સ થિએટરોમાં પોલીસ સુરક્ષા આપવામાં આવશે.

આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે મલ્ટિપ્લેક્સમાં 1 PI અને 1 SRPની ટીમ હાજર રહેશે. શહેરમાં વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ અને સોલા વિસ્તારના સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરાશે.

અમદાવાદ-વનના સીનેપોલિસ સિનેમામાં, વસ્ત્રાપુરના એક્રોપોલીસના PVR સિનેમામાં, વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં, વસ્ત્રાપુરના ડ્રાઈવ-ઈન સિનેમામાં, સેટેલાઈટમાં કે. શરાશરા સિનેમામાં, સેટેલાઈના મુક્તા સિનેમામાં, SG હાઈ-વે પરના સીનેમેક્સમાં, સોલાના રાજહંસમાં અને PVRમાં તેમજ સરખેજમાં આવેલા સીટી ગોલ્ડ સિનેમામાં પદ્માવત રિલીઝ થશે.

You might also like