‘પેડમેન’ ફિલ્મને લઇને રાધિકા આપ્ટેએ આપ્યું કંઇક આ નિવેદન..

અક્ષયકુમાર સ્ટારર ‘પેડમેન’ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પણ મહત્ત્વનો રોલ ભજવી રહી છે. રાધિકા કહે છે કે નિર્દેશક આર. બાલ્કીની ‘પેડમેન’માં હું અક્ષયકુમારની ઓન સ્ક્રીન પત્નીના રોલમાં છું. આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ કોઇમ્બતૂર નિવાસી અરુણાચલમના જીવન પર આધારિત છે, જેણે પોતાના ગામની મહિલાઓને સસ્તા સેનેટરી નેપકિન અપાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. રાધિકા જ્યારે આવી ફિલ્મમાં કામ કરી રહી છે ત્યારે શું તેના ઘરમાં કોઇ વલણ બદલાયું હતું? આ અંગે વાત કરતાં તે કહે છે કે મારા પરિવારમાં બધા ડોક્ટર છે. તેથી ત્યાં આવી રૂઢિવાદી વાતો થતી નથી.

ક્યારેક એવું પણ લાગે છે કે રાધિકાના હાથમાં માત્ર મહિલા પ્રધાન ફિલ્મો જ આવી રહી છે, જોકે તેને તેમાં કોઇ જ વાંધો નથી. તે કહે છે કે એક રીતે આ મારી ઉપલબ્ધિ છે કે મારા ભાગમાં મહિલા પ્રધાન ફિલ્મો વધુ આવી છે. મોટા ભાગે મહિલા પ્રધાન ફિલ્મો જ કરવાનું કારણ એ છે કે મને આ પ્રકારના રોલ જ વધુ ઓફર થાય છે.

મને જે પ્રકારની ફિલ્મો અને પાત્ર ગમે છે, હું તેવા જ રોલ કરું છું. મારા માટે કામ કરીને મળતી ખુશી સૌથી મહત્ત્વની છે. જે કામમાં હું ખુશ ન રહી શકું તે કામ હું હાથમાં પણ લેતી નથી. બહુ ઓછા સમયમાં અલગ અલગ પ્રકારનાં પાત્ર ભજવનાર રાધિકા કહે છે કે મારા માટે દરેક પાત્રને નિભાવવાનો એપ્રોચ અલગ હોય છે. એવી કોઇ એક મેથડ હોતી નથી. દરેક કેરેક્ટરની મેથડ અલગ હોય છે. કંઇક અલગ કરવાની મને હંમેશાં મજા આવે છે. •

You might also like