ગુજરાતમાં ફિલ્મ ‘પદ્માવત’ આ અઠવાડિયે રિલીઝ થાય તેવી શક્યતા?

કરણીસેનાના વિરોધ છતાં દેશમાં સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ થઈ છે અને ફિલ્મ બોક્સ ઑફિસ પર સફળ પણ થઈ છે. ફિલ્મે 100 કરોડ ઉપરની કમાણી કરી લીધી છે. એટલું જ નહીં દર્શકો આ ફિલ્મના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

જો કે દેશમાં ચાર રાજ્યોમાં ફિલ્મ રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં ફિલ્મ ચાલી રહી છે. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ કરવા માટે હાઈકોર્ટમાં ફરીથી રીપિટીશન દાખલ કરવામાં આવી હતી.

‘પદ્માવત’ ના પ્રોડ્યૂસરોએ હાઈકોર્ટમાં આ ફિલ્મ રિલીઝ કરવા માટે સુરક્ષાની માગણી કરી છે. કંપનીએ ગુજરાતના થિએટરોમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે પોલીસની સુરક્ષા માગી છે. જેના પર આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરશે.

કંપનીએ રજૂઆત કરી હતી કે તમામ વિતરકો અને પ્રદર્શનીઓ આ ફિલ્મને સ્ક્રીન કરવા માટે તૈયાર છે પણ હિંસાના ભયથી હાલ અટકાયાં છે. રાજ્ય સરકારની કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી અને આવા ઘટકોને તપાસ હેઠળ રાખવાની, ફરજ છે.

સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે, પદ્માવત ફિલ્મ આ અઠવાડિયે ગુજરામાં રિલીઝ થઈ શકે છે. કરણીસેના ગુજરાતમાં પદ્માવત ફિલ્મનો વિરોધ બંધ કરે તેવી શક્યતા છે, તેવું ફિલ્મની પ્રોડક્શન કંપની Viacom18 એ જણાવ્યું છે. આજે ગુજરાતના થિએટરોના માલિકો પણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મળી શકે છે.

You might also like