પદ્માવત ફિલ્મ પર બીજો નિર્ણય ન લેવાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત્: CM રૂપાણી

પદ્માવત ફિલ્મમાંથી સીન કટ કર્યા બાદ 25 જાન્યુઆરીના રોજ રીલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સીન કટ કર્યા બાદ ફિલ્મનુ નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યુ છે.

તેમ છતા કરણીસેના દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે, ગુજરાતમાં ફિલ્મ રીલીઝ થવાના મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મહત્વનુ છે કે, આ ફિલ્મ પર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યુ હતુ. ત્યારે હવે સીએમ રૂપાણીએ કહ્યુ છે કે, ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ યથાવત છે. જ્યાં સુધી કોઈ નિર્ણય ન લેવામાં આવશે ત્યાં સુધી રાજ્યમાં પ્રતિબંધ યથાવત રહેશે.

You might also like