‘પદ્માવત’ 100 કરોડ ક્લબમાં સામેલ, સક્સેસ પાર્ટીમાં દિપીકા-શાહિદ-રણવીરે કેક કાપી

દિપીકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘પદ્માવત’ આખરે બોક્સ ઑફિસ પર રિલીઝ પણ થઈ ગઈ છે અને ફિલ્મ સક્સેસ પણ થઈ ગઈ છે. આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થતા જ તેની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં શાહિદ, દિપીકા અને રણવીરે એકસાથે કેક કાપી હતી. પાર્ટીમાં સંજય લીલા ભણશાળી પણ હાજર હતા.

ફિલ્મની પાર્ટીમાં પહેલી વાર ફિલ્મના ત્રણેય કાસ્ટ સ્ટાર્સ એકસાથે જોવા મળ્યા હતા. એવું પણ કહી શકાય કે આ ફિલ્મનું પ્રમોશન જેવું જ હતું, કારણ કે કરણીસેનાના વિરોધના પગલે આ ફિલ્મનું પ્રમોશન કરવામાં જ આવ્યું નથી.

આ ફિલ્મને દર્શકો ખૂબ વખાણી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહના લુકને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા શાહિદ અને રણવીર વચ્ચે તકરાર ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. જો કે સક્સેસ પાર્ટીમાં એવું કંઈ જોવા મળ્યું ન હતું.

ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ એ પહેલા જ અઠવાડિયામાં 114 કરોડની કમાણી કરી લીધી છે. બૉક્સ ઑફિસના આંકડાની સાથે શાહિદ કપૂરની પહેલી ફિલ્મ 100 કરોડમાં સામેલ થઈ ગઈ છે અને દિપીકાની 7મી ફિલ્મ 100 કરોડ ક્લબમા સામેલ થઈ ગઈ છે.

You might also like