સલમાન રશ્દી સેક્સ ભુખ્યા વરૂ જેવો : પદ્મલક્ષ્મી

ન્યૂયોર્ક : દુનિયાનાં ચર્ચિત વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દિની પુર્વ પત્ની પદ્મ લક્ષ્મીએ પોતાની આત્મકથામાં વિસ્ફોટક ખુલાસાઓ કર્યા છે. પદ્મ લક્ષ્મીએ કહ્યું કે સલમાન રશ્દીને જ્યારે સાહિત્યનું નોબલ પ્રાઇઝ ન મળ્યું તો તેને દર વર્ષે સાંત્વનાની જરૂર પડતી હતી. તેણે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો કે તેનું લગ્ન જીવન ઇર્ષા અને અસુરક્ષાની ભાવાનાં કારણે ભાંગી પડ્યું હતું. પદ્મ લક્ષ્મીએ કહ્યું કે સલમાન રશ્દી સાથે જ્યારે હું શારીરિક સંબંધો બાંધવાની ના પાડતી તો તે મને અ બેડ ઇન્વેસ્ટમેન્ટ (ભુલથી થઇ ગયેલું રોકાણ) કહેતાહ તા. પદ્મ લક્ષ્મીએ રશ્દિને કઠોર અને સંવેદનહીન પતિ ગણાવ્યા હતા.

મુળભારતની અમેરિકન મોડલ અને અમેરિકી ટેલિવિઝ શો ટોપ શેફની જજે રશ્દી સાથે લગ્નનાં ત્રણ વર્ષની અંદર જ છુટાછેડા લઇ લીધા હતા. રશ્દી ધ સટૈનિક વર્સેસનાં લેખક છે. પદ્મ લક્ષ્મીની આત્મકથા મંગળવારે ન્યૂયોર્કમાં પબ્લિશ થઇ છે. 45 વર્ષની લક્ષ્મીએ આ પુસ્તકમાં રશ્દીની સાથે કલહયુક્ત સંબંધો અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. લક્ષ્મી અને રશ્દીની મુલાકાત 1999માં ન્યૂયોર્કની એક પાર્ટીમાં થઇ હતી. ત્યારે લક્ષ્મી 28 વર્ષની હતી અને સિંગલ હતી. તે સમયે સલમાન રશ્દીની ઉંમર 51 વર્ષની હતી. 2004માં આ બંન્નેએ લગ્ન કરી લીધા હતા.

જો કે પદ્મલક્ષ્મીએ સલમાન રશ્દિનાં જમા પાસાઓની પણ નોંધ લીધી છે. તેણે જણાવ્યું કે કઇ રીતે સલમાન તેનાં માટે પથારીમાં જ નાસ્તો તૈયાર કરી લાવતો હતો. તેણે જણાવ્યું કે લગ્નનાં શરૂઆતનાં દિવસો ખુબ જ સુંદર હતા. જો કે ધીરેધીરે તેમનાં વચ્ચે કડવાટ વધવા લાગી હતી. લક્ષ્મીનાં અનુસાર સલમાન તેનાં માટે ખુબ જ કડવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. અત્રે નોંધનીય છેકે રશ્દિનો જન્મ મુંબઇમાં થયો હતો જો કે ત્યાર બાદ તે યુકેમાં આવીને વસી ગયા હતા. સાહિત્યમાં ઉલ્લેખનીય યોગદાન માટે 2007માં તેને બ્રિટનની મહારાણીએ નાઇટની ઉપાધી પણ આપી હતી. રશ્દીને 1983માં ઉપન્યાસ મીડનાઇટ ચિલ્ડ્રન માટે બુકર સન્માન પણ મળી ચુક્યું હતું.

You might also like