પદ્મભૂષણ માંગવા આશા પારેખ ઘરે આવ્યા હતા : નીતીન ગડકરી

નવી દિલ્હી : કેન્દ્રના પરિવહન મંત્રી નીતીન ગડકરીએ એક ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બોલિવૂડની એક સમયની જાજરમાન અભિનેત્રી આશા પારેખ તેમની પાસે આવી હતી અને પોતાને પદ્મભૂષણ પુરસ્કાર આપવા ભલામણ કરી હતી.

એક સમારોહમાં નીતીન ગડકરીએ કહ્યું કે, પદ્મ પુરસ્કાર માટે આવતી ભલામણો રાજકીય નેતાઓ માટે માથાના દુઃખાવા રૂપ બની ગઈ છે. આવી જ રીતે એક ભલામણ કરવા માટે અભિનેત્રી આશા પારેખ તેમના નિવાસસ્થાને આવી હતી. તેમણે ઉમેર્યું કે, મારા એપાર્ટમેન્ટની લીફટ બંધ હતી તો આશા પારેખ ૧૨મા માળે પગથિયા ચઢીને આવ્યા હતા.

આ બાબતથી મને ઘણી નારાજગી થઈ હતી. આશા પારેખે કહ્યું હતું કે, ભારતીય સિનેમામાં મેં આપેલા યોગદાન બદલે મને પદ્મભૂષણ સન્માન મળવું જોઈએ. સરકારે આશા પારેખને પદ્મશ્રી પુરસ્કાર આપ્યો હતો. જો કે, આશા પારેખે આ વાતનો ઈન્કાર કર્યો છે.

You might also like