પાટીદાર યુવાનની અંતિમ યાત્રામાં ગામ રહ્યું સજ્જડ બંધ

રાજકોટ : રાજકોટમાં અનામતની માંગ અને આર્થિક સંકટથી કંટાળેલા યુવાને આત્મહત્યા કરી હતી. વલ્લભ શાણી નામનાં આ યુવાનની અંતિમ યાત્રા તેનાં મુળ ગામમાં નિકળી હતી. જેમાં સૌરાષ્ટ્રનાં પાસ કન્વીનર સહિતનાં પાટીદાર આગેવાનો જોડાયા હતા. જ્યારે ગામે પણ આ યુવાનની આત્મહત્યા મુદ્દે બંધ પાળ્યો હતો. અત્રે નોંધનીય છેકે અનામતની માંગ સાથે ધોરાજીનાં એક ગેસ્ટ હાઉસમાં પ્રકાશ શાણી નામનાં 40 વર્ષીય વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. યુવાને અનામત માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટેની પાટીદાર યુવાનોને હાકલ કરી હતી.
યુવાનો પોતાનાં અંતિમ પત્રમાં લખ્યું હતું કે સરકારને થોડી સમજ આવે તે માટે હું મારો જીવ આપી રહ્યો છું. સરકારને અપીલ કરવા માંગુ છું કે વહેલી તકે અનામત આપે નહી તો કેટલાય નિર્દોષોની બલી ચડી જશે. સરકારે હવે ઘોરનિંદ્રામાંથી બેઠા થવાની જરૂર છે. તેણે મુખ્યમંત્રીને પણ કહ્યું કે બેન તમે પાટીદારો છો. પાટીદાર અત્યારે દયાવાન બની ગયો છે. ચાર ચાર વર્ષ નિષ્ફળ રહ્યા છે છતા પણ તમે કોઇ પણ રીતે સમજવા તૈયાર નથી.
આપઘાત કરનારા યુવાને પોતાનાં અંતિમ પત્રમાં કહ્યું કે મારા પરિવારની સંભાળ રાખજો. તેણે પાસનાં સૌરાષ્ટ્રનાં કનવીનરને ભલામણ કરીને પોતાનાં પરિવારને સાચવી લેવાની અપીલ કરી હતી. તેણે અનામત મુદ્દે પણ પોતાનાં મગજમાં શું ચાલી રહ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આપઘાતની જાણ થતાની સાથે જ પાસનાં કાર્યકરો ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. યુવાનનાં આપઘાત બાદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ગામનાં તમામ બજારો અને દુકાનો બંધ રહ્યા હતા.

You might also like