પૅકચોય અને શીટેક મશરૂમ વિથ અોઈલ પ્રિઝર્વ

સામગ્રી : બેબી પૅકચોય ૧૨ નંગ, ડ્રાય શીટેક મશરૂમ ૧૮૦, બ્લેક અોલિવ પ્રિઝર્વ ૧૦૦ ગ્રામ, મીઠું ૧૦ ગ્રામ, સિંગતેલ ૧૦૦ મિ.લી., ડાર્ક સોયાસોસ ૪૦ મિ.લી., લાઈટ સોયાસોસ ૪૦ મિ.લી., વેજ અોઈસ્ટર સોસ ૨૦ મિ.લી., પાણી ૫૦ મિ.લી., સ્ટાર્ચ પાવડર ઘઉંનો ૧૦ ગ્રામ

રીત : શીટેક મશરૂમને નરમ થાય ત્યાં સુધી પાણીમાં ગરમ કરો અને તેને ચાર ટુકડા કરો. દરેક બેબી પૅકચોયને લંબાઈ પ્રમાણે કાપો અને બ્લાન્ચ ટુકડા કરો. અેક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરો અને તેમાં પ્રિઝવ્ર્ડ બ્લેક અોલિવ નાખી સાંતળો. ત્યાર બાદ તેમાં ડાર્ક સોયા, લાઈટ સોસ અને વેજ અોઈસ્ટ સોસ ઉમેરીને તેમાં પાણી ઉમેરો. તેમાં શીટેક મશરૂમ ઉમેરી પૅક્ચોય નાખો અને ઉછાળીને મિક્સ કરો. સોસને જાડો થવા દેવા માટે તેમાં વ્હીટ સ્ટાર્ચ ઉમેરો. પૅક્ચોયને શીટેક મશરૂમ સાથે અેક પ્લેટમાં ગોઠવો અને તેની અાજુબાજુ સોસ ઉમેરો.

You might also like