પેકેજિંગ મટીરિયલનું કેમિકલ પણ મેદસ્વિતા માટે જવાબદાર

વજન વધવાના અનેક કારણો હોય છે. એક કારણ કેમિકલ્સ પણ છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે પેકેજિંગ મટીરિયલ, ટ્યૂબથી ફાસ્ટફૂડ પ્રોડક્શન અને પેકેજિંગની વસ્તુઓમાં ફ્થાલેટ્સ પ્રકારના કેમિકલ્સ હોય છે. અમુક પ્રકારના કેમિકલ્સ પ્રજનનની ક્ષમતામાં ગરબડ કરે છે તો કેટલાંક મેટાબોલિઝમમાં કામ કરતા હોર્મોન્સમાં ગરબડ પેદા કરે છે, જેને લીધે એનર્જી વાપરવાની ક્ષમતા ઘટે છે અને વધારાનો ગ્લુકોઝ ચરબી શરીરમાં સંઘરાવાનું જોખમ વધે છે. આજ કાલ પૂંઠા, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ ફોઇલ્સ એમ કોઇ પણ પ્રકારના પેકેજિંગ મટીરિયલમાં આ કેમિકલની હાજરી જોવા મળે છે.

You might also like