સુરતના કામરેજમાં BJP ઉમેદવારના કાર્યાલયમાં PAAS દ્વારા તોડફોડ કરાઈ

સુરતના કામરેજના ઉમેદવારના કાર્યાલયમાં તોડફોડ થયાની ઘટના સામે આવી છે. કામરેજના ઉમેદવાર વી.ડી. ઝાલાવાડિયાના મુખ્ય ચૂંટણી કાર્યાલયમાં મોડી રાત્રે પાસના કાર્યકરોએ તોડફોડ કરી હતી.

સ્ટીકર્સ મામલે માથાકુટ થતાં પાસના કાર્યકરોએ કાર્યાલયમાં અને તેના પાર્કિંગમાં તોડફોડ કરી હતી. પાસના કાર્યકર્તાઓએ ભાજપના પોસ્ટરો ફાડીને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુરતને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, એવામાં પાટીદારો મોટી સંખ્યામાં ભાજપનો વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલ પણ અનેકવાર સુરતમાં આવી ભાજપના સાથ છોડી કોંગ્રેસને સાથ આપવાનું સમર્થન કરતો જોવા મળ્યો છે. એવામાં સુરતની સીટનું મતદાન અને તેનું પરિણામ ખૂબ મહત્વનું બની રહેશે.

You might also like