આજે PAAS સમિતિની હાર્દિક સાથે બેઠક, કોંગ્રેસના ફોર્મ્યૂલા પર ચર્ચા થશે

આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળશે. આ બેઠક હાર્દિક પટેલ સાથે કરવામાં આવશે. આ બેઠકમાં હાર્દિક સાથે કોંગ્રેસે આપેલા અનામત અંગેના ફોર્મ્યુલાની ચર્ચા થશે. ઉપરાંત બેઠકમાં આગામી રણનીતિ ઘડાશે.

ઉલ્લેખનીય છે કે પહેલા હાર્દિકે 8 નવેમ્બર સુધી કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું હતું. જેના બાદ GPCC ખાતે PAAS સમિતિના સભ્યો અને કોંગ્રેસના કપિલ સિબ્બલ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક સકારાત્મક રહી હોવાનો પાસ સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

અનામત અંગે કોંગ્રેસે 3 મુદ્દા આપ્યા છે. 49 ટકા અનામત સાથે છેડછાડ વગર અનામતના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવશે. હજુ બે-ત્રણ દિવસ બાદ ફરીથી બેઠક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ આખરે કઈ રીતે અનામત આપશે? તે મુદ્દે પણ આજની બેઠકમાં હાર્દિક સાથે ચર્ચા કરવામાં આવશે.

આજે હાર્દિક સાથેની બેઠકમાં પાસ સમિતિના સભ્યો કોંગ્રેસના આપેલા મુદ્દાઓ પર મંથન કરશે. જો કે આ ફોર્મ્યૂલા ગુપ્ત રાખવાનો નિર્ણય કરાયો છે. સુપ્રિમ કોર્ટના જજમેન્ટનો પણ અભ્યાસ કરાશે. અન્ય રાજ્યની જોગવાઈઓનો પણ અભ્યાસ કરાશે. સમાજના આગેવાનો અને કાયદાના તજજ્ઞોનું માર્ગદર્શન લેવાશે. (અન્ય સંલગ્ન સમાચાર નીચે વાંચો…)
હાર્દિકે સુરેન્દ્રનગરમાં કહ્યું, ‘મારો જ સમાજ મને ખોટો, ખરાબ, એજન્ટ કહે છે’
ગુજરાત ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વઃ જાણો કઈ બેઠક પર કેટલા ટકા પાટીદારોનું પ્રભુત્વ છે?
કોંગ્રેસ હાર્દિકને શેની બાંયધરી આપશે? ઈબીસી કે ઓબીસી?

You might also like