મહેસાણા તોફાન કેસમાં અતુલ અને વરૂણ પટેલનાં આગોતરા મંજુર

અમદાવાદ : મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન થયેલા તોફાનોનાં કેસમાં પાસનાં કન્વીનર અતુલ પટેલ અને વરૂણ પટેલનાં જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. હાઇકોર્ટે અતુલ અને વરૂણ પટેલનાં આગોતરા મંજુર કરી લીધા છે. જામીન મળતા જ અતુલ અને વરૂણે ખુશી વ્યક્ત કરી હતી. ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર સંપુર્ણ વિશ્વાસ છે. અતુલે જણાવ્યું કે હાઇકોર્ટે અમારા જામીન મંજુર રાખ્યા છે. ઉપરાંત અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં જોડાવાની પણ મંજુરી મળી છે.

જેલમાં બંધ પાટીદાર યુવાનોને છોડાવવા માટે ગત 17મી એપ્રિલનાં રોજ મહેસાણા ખાતે જેલભરો આંદોલન કરાયું હતું.આ દરમિયાન અચાનક જ હિંસા ફાટી નિકળી હતી. જેમાં લાલજી પટેલ સહિત 27 આગેવાનોને ઇજાઓ થઇ હતી. ઉપરાંત આ તમામ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇઙ તી. મહેસાણાં પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગ, લાઠીચાર્જમાં મોટા પ્રમાણમાં પાટીદારો ઘવાયા હતા. ઉપરાંત પાટીદારો દ્વારા પણ પથ્થરમારો અને આગચાંપીની ઘટના બની હતી.

પરિસ્થિતી એટલી વણસી હતી કે પ્રાથમિક કલમ 144 ત્યાર બાદ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસનાં દમન વિરુદ્ધ પાટીદારો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે બંધને કોઇ સફળતા મળી નહોતી. પરંતુ પાટીદારો દ્વારા છુટી છવાઇ દુકાનો બંધ કરાવવાની વગેરે જેવી ઘટનાઓ બની હતી.

You might also like