‘પાસ’ની ૩૩ દિવસની એકતા યાત્રા શરૂ

અમદાવાદ: હાઇકાેર્ટના હુકમ પછી જિલ્લા કલેક્ટરે આપેલી મંજૂરી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજથી ‘પાસ’ની એકતા યાત્રા શરૂ થઇ છે. ૩૩ દિવસની આ યાત્રા ૫૬ તાલુકા અને ૧૪૪૦ ગામડાંમાંથી પસાર થશે. યાત્રા શરૂ થતાં પહેલાં સીદસર ખાતે જંગી સભાનું આયોજન કરાયું છે, સમગ્ર રાજ્યમાંથી પાટીદાર આગેવાનો અને નેતાઓ હાજરી આપશે. બપોરે ૨ કલાકે સીદસર ખાતે સભા યોજાશે અને સાંજે ૫ કલાકે એકતા યાત્રાનો પ્રારંભ થશે. એકતા રથ સીદસરથી નીકળશે ત્યારે ૫૧ બાળાઓ રાસ-ગરબા સાથે સ્વાગત કરશે.

યાત્રાની સમગ્ર ગતિવિ‌િધ ઉપર ગુપ્તચર સંસ્થા દેખરેખ રાખશે. આજે એકતા યાત્રાની શરૂઆત પૂર્વે જોમજોધપુરમાં બાઇક રેલી યોજાઇ હતી, જેમાં ૩૦૦થી વધુ બાઇક સાથે યુવાનો જોડાયા હતા. રાજદ્રોહના ગુનામાં જામીન પર છૂટેલા નીલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે હાર્દિકના જામીન મળવાની આશા હતી, જે કોર્ટની મુદત પડતાં ઠગારી નીવડી છે. પાટીદાર સમાજના બિનરાજકીય આગેવાનો સરકાર સાથે સમાધાનના પ્રયાસ કરે છે. સરકાર સમાધાન નહીં, ભાગલા કરવા માગે છે.

પાસના આગેવાન લ‌િલત વસોયાએ જણાવ્યું હતું કે એકતાયાત્રાના રથને અનુભાઇ ધોરા‌િજયા પ્રસ્થાન કરાવશે. ધાર્મિક સંસ્થાનના આગેવાનોની હાજરી બાબતે તેમણે કહ્યું તે તેઓ આમંત્રિત છે, પરંતુ એકતાયાત્રામાં આજે જોડાશે નહીં, પરંતુ રાજ્યભરના તમામ પાસના આગેવાનો આજે યાત્રામાં જોડાશે.  ત્રણ જિલ્લાની પોલીસ એકતા યાત્રામાં સુરક્ષા અર્થે ખળે પગે રહેશે જેમાં ચાર પીઅાઈ, ૧૦ પીઅેસઅાઈ, ૨૫૦ કોન્સ્ટેબલ, ૧ ડીવાયઅેસપી, વ્રજ મોબાઈલ વાન, મહિલા પ્લાતુન, અેસઅારપીની બે ટુકડી સહિત પોલીસ બંદોબસ્ત રેલી ઉપર વોચ રાખશે.

You might also like