આજે હાર્દિક-કોંગ્રેસ વચ્ચે બેઠક, અનામત પર સ્ટેન્ડ ક્લિયર થશે? શું હાર્દિક કોંગ્રેસમાં જોડાશે?

પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ આજે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. PAASના કન્વીનરો અને કાર્યકર્તાઓની સાથે કોંગ્રેસની નેતાઓની બેઠક આજે યોજાશે. આ બેઠકમાં બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહીને અનામત મામલે ચર્ચા કરશે. એક તરફ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે હાર્દિક કોની સાથે જોડાશે તેના પર પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. શું આ બેઠક બાદ હાર્દિક કોંગ્રેસ સાથે જોડાવાની જાહેરાત કરી શકે છે? બીજી તરફ ભાજપ પણ હાર્દિકને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા જણાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ હાર્દિક પટેલે કોંગ્રેસને અનામત મામલે અલ્ટિમેટમ આપ્યું હતું. ભાવનગર ખાતે યોજાયેલા રોડ શો દરમિયાન હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે થનારી બેઠક બાદ પોતે પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે. મળતી માહિતી પ્રમાણે, પાટીદારો સાથેની આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના મોટા નેતાઓ હાજર રહેશે.

આ બેઠકમાં અનામત સહિતની પાટીદારોની માંગણીઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે હવે જોવાનું એ છે કે પાટીદારોને રિઝવવામાં કોંગ્રેસ સફળ રહે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા હાર્દિકે ટ્વિટર પર કોંગ્રેસને અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અનામત મામલે પોતાનું સ્ટેન્ડ નક્કી કરે, નહીં તો સુરતમાં અમિતશાહ વાળી કોંગ્રેસ સાથે થશે.

PAAS સુરતમાં ઘડશે રણનીતિઃ
બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં PAAS પણ મહત્વની રણનીતિ ઘડી રહ્યું છે, જયાં સુરતમાં પાસ દ્વારા સરદાર પટેલ જયંતિની ઉજવણીનું આયોજન કરાયું છે. જયાં ઉજવણીના ભાગરૂપે પાસના કાર્યકર્તાઓ રણનીતિ ઘડશે. હાર્દિક પટેલની ચીમકી બાદ સુરતના પાસ કાર્યકર્તાઓ રણનીતિ ઘડશે. જોકે રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન પાસની રણનીતિ નક્કી થશે.

કોંગ્રેસના અશોક ગેહલોતનું મહત્વનું નિવેદનઃ
હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસ નેતા વચ્ચે જયારે મુલાકાત થવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. અશોક ગેહલોતે કહ્યું છે કે હાર્દિક સાથેની મુલાકાતનું પરિણામ સકારાત્મક આવશે. અમારો ઉદેશ્ય કુશાસનનો અંત લાવવાનો છે, અને તેથી અમે સાથે મળીને ચૂંટણી લડીશું.

જુઓ હાર્દિકે કોંગ્રેસ સાથેની બેઠક અંગે શું કહ્યું?

જાણો કોણ કોને આપશે લોલીપૉપ, હાર્દિકને શું જોઈએ છે?

You might also like