કોંગ્રેસને PAASનું 24 કલાકનું અલ્ટિમેટમ, મંત્રણા રહી નિષ્ફળ

શિયાળાની ઠંડીમાં ગુજરાતની રાજનીતિમાં ગરમાવો વ્યાપી ગયો છે. ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસ અને PAAS વચ્ચે ટકરાવ શરૂ થઇ ગયો છે. કેમ કે આજનાં રોજ PAASનાં નેતાઓને કોંગ્રેસે અનામત મુદ્દે તેમજ કેટલાંક વિષયો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ ભવન ખાતે આમંત્રણ આપ્યું હતું. પરંતુ PAASનાં નેતા દિનેશ બાંભણિયાએ આ અંગે કંઇક અલગ જ નિવેદન આપ્યું છે.

PAAS નેતા દિનેશ બાંભણિયાએ નિવેદન આપતા જણાવ્યું કે અમે દરેક લોકો આજ સવારથી અહીં આવ્યા છીએ. પણ કોંગ્રેસનાં એક પણ નેતા ચૂંટણીને લીધે મળી શક્યા ન હોતાં. આ સિવાય કોંગ્રેસે અનામત મુદ્દે વાત કરતા એમ જણાવ્યું કે આ મામલે અમારે હાઇ કમાન્ડ સાથે વાત કરવી પડે.

આ અંગે વધુ નિવેદન આપતા દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું કે જો કોંગ્રેસ અનામત વિશે કોઇ જ સ્પષ્ટતા નહીં કરે તો અમે કોંગ્રેસનાં પણ ભાજપ જેવા જ હાલ કરીશું.

જો કે સૂત્રોનાં આધારે મળતી માહિતી મુજબ દિલ્લી ગયેલ PAASની ટીમની માગણીઓ કોંગ્રેસે મંજૂર રાખી ન હતી. આથી નારાજ PAAS આગેવાનોએ કોંગ્રેસને PAAS અંગેનું વલણ 24 કલાકમાં જાહેર કરવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. અને PAAS તરફથી વધુ ટીકિટોની માગણી પણ કરવામાં આવી એવું સૂત્રો આધારે જાણવા મળ્યું છે.

ટિકિટની વહેંચણીને લઇ કોંગ્રેસ અને PAASમાં અટકી
દિલ્લી ગયેલ PAASની ટીમની માગણીઓ ન થઇ પુરીઃ સૂત્ર
PAASનાં અગ્રણીઓએ કોંગ્રેસને આપ્યું અલ્ટીમેટમ
24 કલાકમાં કોંગ્રેસને PAAS અંગેનું વલણ જાહેર કરવા જણાવ્યું

You might also like