આ વખતે ઘરે બનાવો કંઇક આવી રેસીપી, પાનનો આઇસ્ક્રીમ

પાનનો આઇસ્ક્રીમ બનાવવાની સામગ્રીઃ
મોટું ટીન કંડેન્સ મીલ્કઃ 1
ફુલ ફેટ દૂધઃ 250 ગ્રામ
ગુલકંદઃ 3 ટેબલ સ્પૂન
ઇલાયચી પાવડરઃ 1/2 ટે. સ્પૂન
કલકત્તી મીઠા પાનઃ 2
મીઠી સોપારીઃ 1 ટે. સ્પૂન
મીઠા પાનનાં પત્તાઃ 1 ટે. સ્પૂન
ખાવા માટે ઉપયોગમાં આવતો લીલો કલરઃ 4થી 5 જેટલાં ટીપાં
ક્રીમઃ 250 ગ્રામ

પાનનો આઇસ્ક્રીમ બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ એક સરસ મજાનું કલકત્તી મીઠું પાન લઇ આવો અથવા તો સરસ મજાનું કલકત્તી પાન બનાવી લો. ત્યાર બાદ કલકત્તી મીઠા પાન અને મીઠા પાનનાં પત્તાને થોડાંક દૂધની અંદર નાખીને તેને મીક્ષરમાં મીક્ષ કરી લો.

હવે ઉપરોક્ત જે કંઇ સામગ્રી લખવામાં આવેલી છે તે દરેક સામગ્રીને તેમાં નાખીને ફરીથી એક વખત મીક્ષરમાં તેને મિક્ષ કરી લો. ત્યાર બાદ આ મીક્ષરને ડબ્બામાં નાંખીને ફ્રીઝ કરી લો. તો લો હવે તૈયાર છે આપ સૌને મનગમતી પાનની આ રેસીપી. એટલે કે પાનનો આ આઇસ્ક્રીમ.

You might also like