પાન્ડેયની નિમણૂક સામેની જુલિયો રિબેરોની અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદ: ગુજરાત પોલીસના કાર્યકારી પોલીસ વડા તરીકે નીમવામાં આવેલા પી.પી.પાન્ડેયની નિમણૂકને પડકારતી અરજી પૂર્વ આઇપીએસ જુલિયો રિબેરોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટ આ અરજીને ફગાવી દીધી છે. જુલિયો‌ રિબેરોએ અરજીમાં રજૂઆત કરી હતી કે પી.પી. પાન્ડેયની નિમણૂક નિયમ વિરુદ્ધ છે.

કાર્યકારી ડીપીજી તરીકે નિમણૂક પામેલા પી.પી. પાન્ડેયની નિમણૂકને રદ બાતલ કરવાની માગ કરતી જાહેર હિતની અરજી પૂર્વ આઇપીએસ અધિકારી જુલિયો રિબેરોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે પી.પી. પાન્ડેય સામે ચાર વ્યકિતની હત્યા જેવાે ગંભીર ગુનો નોંધાયો છે અને ચાર્જશીટ પણ ફાઇલ થયેલ છે અને જે રાજ્યમાં ટ્રાયલ ચાલી રહી છે એ જ રાજ્યના ડીજીપી તરીકે પી.પી. પાન્ડેયને મૂકવામાં આવે તો તેઓ ટ્રાયલને પ્રભાવિત કરી શકે છે.

હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ડીજીપી જેવા ઉચ્ચ હોદાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇશરત એન્કાઉન્ટર કેસના આરોપી પી.પી. પાન્ડેયની નિમણૂક ગેરકાયદે છે. આ નિમણૂક અંગે રાજ્ય સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરવીને નિમણૂક રદ કરવાની અરજીને ગુજરાત હાઇકોર્ટે આજે ફગાવી દીધી હતી.

You might also like