શેરબજારમાં પી-નોટ્સ થકી રોકાણ સાડા સાત વર્ષના તળિયે

મુંબઇ: શેરબજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ-પી-નોટ્સ દ્વારા રોકાણ સાડા સાત વર્ષના તળિયે ૧.૨૫ લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. તેની પાછળના મુખ્ય કારણમાં સેબીના આકરા માપદંડ માનવામાં આવી રહ્યા છે. ભારતીય ઈક્વિટી બજાર, ડેટ અને ડેરીવેટિવ્સમાં પી-નોટ્સ દ્વારા કુલ રોકાણ ઓગસ્ટ મહિનામાં ઘટીને ૧,૨૫,૦૩૭ કરોડના સ્તરે પહોંચી ગયું છે. પાછલા મહિને જુલાઇમાં પી-નોટ્સ થકી રોકાણ ૧,૩૫,૨૯૭ કરોડના સ્તરે જોવા મળ્યું હતું, જે ફેબ્રુઆરી-૨૦૧૦ બાદનું સૌથી નીચલું સ્તર રહ્યું છે.

વિદેશી રોકાણકારો ડાયરેક્ટ ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે સક્ષમ નથી, જેના કારણે તે રજિસ્ટર્ડ વિદેશી બ્રોકરેજ હાઉસનો સપોર્ટ લે છે. રોકાણકારોને પી-નોટ્સ સેબી પાસે રજિસ્ટર્ડ વિદેશી બ્રોકરેજ હાઉસ ઇશ્યૂ કરે છે. પી-નોટ્સનો ઉપયોગ હાઇ નેટવર્ક ઇન્ડિવિડ્યુઅલ્સ એચએનઆઇ, હેજ ફંડ અને અન્ય વિદેશી રોકાણકાર સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો હોય છે.

You might also like