સંગઠનને નજરઅંદાજ કરવાની કોંગ્રેસને મળી સજા: ચિદમ્બરમ

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરતા જણાવ્યું કે પાર્ટીના સંગઠનને નજરઅંદાજ કરવાની કિંમત કોંગ્રેસ ચુકવી રહી છે. એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ચિદમ્બરમે કહ્યું કે યુપીએ 1 અને 2માં કાર્યક્રરો અને સંગઠનની ઉપેક્ષા કરવામાં આવી. યુપીએ-2માં બધા મંત્રીઓને ફરીથી ન લીધા હોત તો ઘણું સારુ થયુ હોત. ચિદમ્બરે કહ્યું નજર સામે જિલ્લા અને પ્રદેશ સ્તર પર તેમનો પક્ષની સ્થિતિ કમજોર થતી રહી અને અમે કાંઇ કરી શક્યા નહીં.

કોંગ્રેસ અધ્યક્ષ તરફ ઇશારો કરતાં કહ્યું કે સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ છે તો તેમની જવાબદારી બને છે. આમ, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરતા જણાવ્યું કે પાર્ટીના સંગઠનને નજરઅંદાજ કરવાની કિંમત કોંગ્રેસ ચુકવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like