દિકરીની જન્મ પર 11000 રૂપિયા આપશે આ કંપની, આ રીતે કરો અરજી

સ્વાસ્થય સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરનારી મુખ્ય કંપનીમાંથી એક ઓક્સી (OXXY)એ જાહેરાત કરી છે કે, દેશમાં જન્મ લેનારી તમામ નવજાત બાળકીને નામે 11000 રૂપિયા FD કરાવવામાં આવશે.આ પાછળનો મુખ્ય હેતુ દેશમાં સેક્સ રેશિયોનું અંતર ઘટાડવા માટેનો અને નવજાત બાળકીનું શિક્ષણ અને પ્રોફેશનમાં મદદ કરવાનો છે. OXXYએ કહ્યુ કે, ‘OXXY કન્યા શિશુ વિકાસ કાર્યક્રમ’ હેઠળ સમગ્ર દેશ માટે નોંધણી કરાવનારા માતા – પિતાને બાળકીના જન્મ સમયે 11000 રૂપિયાની FD આપવામાં આવશે.

ભવિષ્ય સુધારી શકે છે બાળકીઓ:
OXXYનાં પ્રવક્તાએ કહ્યું કે, ”તેને માતા – પિતાનાં ધર્મ, સામાજિક સ્થિતિ અથવા ભૌગોલિક સ્થિતી વગેરેનાં ભેદભાવથી ઉપરાંત તમામને આપવામાં આવશે.” આ કાર્યક્રમને યુવતીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે તૈયાર કરવા માટે આવ્યો છે. નિવેદન અનુસાર, ”બાળકીની 18 વર્ષનું આયુષ્ય પુરું થવાનાં કારણે આ રકમને પોતાની બુદ્ધિમતાથી ઉપયોગ કરી શકે છે.” આ તેમનાં શિક્ષણ અને પ્રોફેશનલ લક્ષ્યાંકો મેળવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ પૈસા તેમનાં માટે છે અને તેઓ પોતાનું ભવિષ્ય પણ સુધારી શકે છે. આ અંગે કોઇ અન્ય વ્યક્તિનો અધિકાર નહી હોય.

શું છે OXXYCare?
OXXY હેલ્થ કેર ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે. ઓક્સી હેલ્થકેરનાં 1500 શહેરોમાં 2,00,000 કરતા વધારે સેન્ટર આવેલા છે. કંપની 1,50,000 હેલ્થકેર નેટવર્ક પાર્ટનરનાં માધ્યમથી ફંડ એકત્રીત કરે છે.

આ રીતે કરો અરજી:
OXXY હેલ્થ કેરની આ યોજનામાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાને તેનાં માટે નોંધણી કરાવવી પડશે. ડિલીવરી થયા બાદ જો બાળકીનો જન્મ થાય છે તો બાળકીનાં નામે 11000 રૂપિયાની FD ઇશ્યુ કરવામાં આવશે. આ બાળકીનાં આધારકાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરી દેવામાં આવશે. 18 વર્ષ પુરા થયા બાદ તે કોઇ રોકટોક વગર આ રકમનો ઉપયોગ કરી શકશે. નોંધણી ઓક્સી હેલ્થ એપ પર થઇ શકે છે.

You might also like