માત્ર 20 હજારથી શરૂ કરો તમારો બિઝનેસ, લાખોની કરો કમાણી…

નવી દિલ્હી : આજકાલ સ્ટાર્ટઅપનો જમાનો છે, દરેક વ્યક્તિ પોતાનો કોઇ બિઝનેસ શરૂ કરવાનું વિચારે છે. જો કે સ્ટાર્ટઅપ શરૂ કરવો અને તેના માટે ફંડ જમા કરવું દરેક વ્યક્તિ માટે સહેલું નથી. આવામાં ઘણા એવા કામ છે જે ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે. અહીં એવા બિઝનેસ અંગેની જાણકારી આપવામાં આવી છે જે ઓછામાં ઓછા 20 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે….

1. ડ્રાઇવિંગ સ્કૂલઃ ડ્રાઇવિંગ સ્કૂલ શરૂ કરવો એક સારો આઇડીયા છે. દેશમાં હાલમાં ગાડીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે ડ્રાઇવિંગ સ્કૂલના બિઝનેસમાં કોઇપણ પ્રકારનું નુકસાન થાય તેવી શક્યતા જોવા મળતી નથી. શહેરમાં આજે કોઇપણ એવો વ્યક્તિ નહી મળે જે ગાડી શીખવાનું ઇચ્છતો ન હોય. ડ્રાઇવિંગ સ્કૂલ માટે ફક્ત એક ગાડીની જરૂરિયાત રહે છે જે તમે સેકન્ડ હેન્ડ પણ ખરીદી શકો છો. એક અંદાજ પ્રમાણે ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવનાર લોકો એક દિવસમાં 8 થી 10 હજાર રૂપિયા સુધી કમાઇ શકે છે. આ માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ અનુભવ હોવો જરૂરી છે.

2. ટ્રાન્સલેશન સર્વિસ (ભાષાંતર): આજે દુનિયાની દરેક કંપની દરેક દેશમાં પોતાનો વેપાર વધારવા ઇચ્છી રહી છે. સોશિયલ મિડીયાના આવ્યા પછી આ ટ્રેડમાં વધારો થયો છે. આવામાં દુનિયની ઘણી કંપનીઓ ઓનલાઇન ટ્રાન્સલેશન (ભાષાંતર)નું કામ આપી રહી છે. આમાં ઘણી કંપનીઓ કલાક પ્રમાણે વેતન આપે છે તો ઘણી કંપનીઓ શબ્દો પ્રમાણે આપે છે. જો તમારી અંગ્રેજી સાથે-સાથે બીજી કોઇ ભાષ પર પ્રભુત્વ છે તો આ કમાણી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

3. સોશિયલ મિડીયા સપોર્ટ: સોશિયલ મિડીયા આજકલ સૌથી વધુ ઝડપથી વિકાસ કરતી ઇન્ડસ્ટ્રીઝ બની ગઇ છે. દરેક નાની-મોટી કંપની સોશિયલ મિડીયા પર છે અને તેના પેઇજ મેનેજ કરવા સારા સ્ટાફની જરૂરિયાત છે. તમે તમારી પોતાની એજન્સીની શરૂ કરી શકો છે જે કંપનીઓના સોશિયલ મિડીયાના પેઇજ મેનેજ કરવાનું કામ કરતી હોય છે.

4. સેકન્ડ હેન્ડ કાર ડીલરશિપ: ભારતમાં ગાડીઓનો બિઝનેસ ઘણો વદી રહ્યો છે, જેમાં નવી કારની ડિલરશીપ સાથે સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ પણ ડિમાન્ડમાં છે. તમે જૂની કારની ડિલરશિપ લઇને કમિશન પર બિઝનેસ શરૂ કરી શકો છો. ડિલરશિપની સિવાય પણ વધારે કમાણી કરી શકો છો. 2-3 લાખની કાર પર ડિલર અંદાજે 10-20 હજાર સુધીની કમાણી કરી શકે છે.

5. આઇસક્રીમ પાર્લર: આઇસક્રીમ પાર્લર પણ એક આકર્ષક રોકાણ કરવાનો બિઝનસ છે. જો શિયાળાને છોડી દઇએ તો હંમેશા આઇસ્ક્રીમની માંગ હોય છે. આ માટે તમારે કોઇ ફ્રિજ ખરીદવાનું હોય છે અથવા તો આઇસક્રીમ કંપનીની ડિલરશીપ લેવાની હોય છે. આઇસ્ક્રીમ કંપની વેચાણ પર 10-20 ટકા કમિશન આપે છે.

6. મેડીકલ ટૂર સર્વિસિસ: તમને જણાવતા આનંદ થશે કે ભારત મેડિકલ ટૂરીઝમ મામલે દુનિયામાં બીજા નંબરે આવે છે. ભારતમાં કોઇપણ પ્રકારનો ઇલાજ કરાવવો ઘણા સરળ અને સસ્તો છે. તેના કારણે અમેરિકા, કેરેબિયન દેશ અને યુરોપથી ઘણા લોકો અહીં આવી તેમનો ઇલાજ કરાવે છે. તમે વિદેશી ટૂરિસ્ટને ભારતમાં ઇલાજ કરવા મેડિકલ સેવા આપી શકો છો.

7. ક્રેચ સર્વિસ: મોટા શહેરોમાં પતિ-પત્ની બંને વર્કિંગ (કામ કરતાં) હોય છે. આવા સમયે તેમના બાળકોને સંભાળ રાખવી તેમના માટે મોટી સમસ્યા હોય છે. જો તમારી પાસે જગ્યા હોય તો તમે થોડા પૈસામાં કેચ (બાળકોને રાખવા) માટેનું ખોલી શકો છો. આ માટે તમારે કોઇ રોકાણ કરવાની જરૂર નથી. મેટ્રો સીટીમાં એક બાળકને સાચવવા માટે માતા-પિતા પાંચ હજાર સુધીનો ખર્ચ કરતા હોય છે.

8. વર્ચૂઅલ આસિસ્ટન્ટ: આજકાલ કંપનીઓ રોજબરોજનું કામ માટે વર્ચુઅલ આસિસ્ટન્ટને રોકે છે. આ કંપની અથવા કોઇ વ્યક્તિની મિટીંગ, યાત્રા અથવા બીજા કામોનું એરન્જમેન્ટ કરી આપે છે. આ કામ માટે તમારે ઓફિસ જવાની જરૂર નથી આ કામ ફોન અથવા ઇન્ટરનેટ પર થઇ શકે છે.

9. ઇવેન્ટ ફોટોગ્રાફર : ફોટોગ્રાફર બનવા માટે એક કેમેરો અને તેને ચલાવવાની યોગ્યતા હોવી જરૂરી છે. તમે લોકોના ફેમિલી ફંકશન, મેરેજ, પાર્ટીમાં ફોટોગ્રાફી સર્વિસ આપી શકો છો. કોઇપણ ઇવેન્ટને યાદગાર કરવા માટે ફોટોગ્રાફી જરૂરી બની ગઇ છે.

10. મોબાઇલ ગેરેજ સર્વિસ: શહેરમાં ગાડીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામાં કાર ખરાબ થઇ જવાની સમસ્યા વધારે બને છે. મોબાઇલ ગેરેજ સર્વિસ માટે તમારે એક મોટરસાઇકલ અને એક મિકેનિકને સાથે રાખવો પડશે. આ સુવિધા તમે એવા વિસ્તારમાં આપી શકો છો જ્યાં ગેરેજ ઉપલબ્ધ થઇ શકતા નથી. મોબાઇલ ગેરેજ દ્વારા તમે 2થી 3 હજાર રૂપિયાની દરરોજ કમાણી કરી શકો છો.

You might also like