કોઇપણ ફી વગર શરૂ કરો તમારો પોતાનો Business… જાણો સંપૂર્ણ વિગત

શું તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માગો છો તો સરકાર તમને સાથ આપવા તૈયાર છે. હવે તમારે સરકારી ઓફિસના પગથિયા ચડવા પડશે નહી અને કોઇપણ જગ્યાએ ‘મીઠાઇ’ આપવા પડશે નહીં. આટલું જ નહીં સરકાર પોતાના બિઝનેસ શરૂ કરનારા પ્રોત્સાહિત વ્યક્તિઓ માટે કોઇપણ પ્રકારની ફી નહી તેમજ કોઇપણ નાણાના રોકાણ વગરની યોજના તેમજ અન્ય સુવિધા શરૂ કરી છે.

આનો મતલ એ થયો કે તમારે કોઇ કંપની ખોલવી છે તો ન કોઇ ફી આપવી પડશે અને ન કોઇપણ પ્રકારનું કેપિટલ દેખાડવું પડશે. તમને માત્ર એક જ દિવસની અંદર સર્ટીફિકેટ ઓફ ઇનકોર્પોરેશન મળી જશે. સરકાર દ્વારા આ સિવાય પણ ઘણી બધી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેનો લાભ તમે લઇ શકો છો. આમ જો તમે નવી કંપની શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમને જૂના કાયદાઓમાંથી પૂર્ણરીતે મુક્તિ આપવામાં આવી છે.

નવી સુવિધા:
– કંપનીના નિર્માણ માટે સ્પાઇસ ફોર્મ દ્વારા પેન, ટેન, નામ આરક્ષણ અને નિદેશકોની ઓળખ સંખ્યા (ડીઆઇએન) સુવિધા આપનારી એક નવી આસાન પ્રક્રિયા કંપનીઓનું નિર્માણ કરવાનું આસાન થઇ ગયું છે.
– જીરો ફીથી કંપનીની શરૂઆત કરો અને મિનિમમ પેડઅપ કેપિટલની પણ જરૂરિયાત નથી.
– રિઝર્વ યૂનિયન નેમ સર્વિસ હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટની જરૂરિયાત નથી
– સેન્ટર રજિસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી) એક જ દિવસમાં સમામેલન પ્રમાણપત્ર આપી દેશે.
– સ્પાઇ ઇ ફોર્મ ભરતા પહેલા ડીઆઇએનની જરૂરિયાત નથી.
– શ્રમ સુવિધા પોર્ટલ દ્વારા ઇપીએફઓ તેમજ એએસઆઇસી હેઠળ નોંધણી કરાવવી
– દુકાન તેમજ સ્થાપના અધિનિયમ હેઠળ નોંધણી હવે રીયલ ટાઇમ સંસ (sans) નિરીક્ષણમાં આપવામાં આવે છે.
– જીએસટી નોંધણી ત્રણ દિવસમાં માન્યતા પ્રાપ્ત જગ્યાએથી અથવા ઓનલાઇન કરાવી શકાય છે.

You might also like