રિયો રોઇંગમાં ભારતીય ભોકાનાલ પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલ

રિયો ડી જાનેરિયો : રિયો ઓલમ્પિકની શરૂઆત સાથે જ રોઇંગમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. પોતાનાં સારા પ્રદર્શનનાં જોરે ભારતનાં સિંગલ સ્કલ્સ રોઅર દત્તૂ બાવન ભોકાનાલ શનિવારે સારૂ પ્રદર્શન સાથે પુરૂષોની સિંગલ સ્કલ્સ રોઇંગ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુક્યા છે.

દત્તૂએ લાગોઆ સ્ટેડિયમમાં આયોજીત હીટ-1માં છ સ્પર્ધકો વચ્ચે ત્રીજો નંબર મેળવ્યો હતો. આ સાથે જ તે ક્વોલિફાઇ થયા હતા. ભોકાનાલે 2000 મીટરનું અંતર 7 મિનિટ 21.67 સેકન્ડમાં પુરી કીર હતી. બીજી તરફ ક્યુબાનાં એજેલ ફોર્નિયર રોડ્રિગ્વેઝે આ અંતર 7 મિનિટ 6.89 સેકન્ડ સમયમાં પુરી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં મેક્સિકોનાં જુઆન કાર્લોસ કેબેરાએ 7 મિનિટ 8.27 સેકન્ડની સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.

ભોકાનાલે 500 મીટરનું અંતર 1.44.66 મિનિટ, 1000 મિટરનું અંતર 3.36.48 મિનિટમાં પુરૂ કર્યા હતું. જ્યારે 1500 મિટરનું અંતર 5.31.07 મિનિટમાં પુરૂ કરવામાં સફળ રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ સ્પર્ધામાં કુલ છ હીટ આયોજીત થાય છે અને દરેક હીટમાં છ ખેલાડીઓ હોય છે. જેમાંથી દરેક હીટનાં પ્રથમ 3 ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ થાય છે.

You might also like