અલબગદાદી મળી જશે તો તેનાં ટુકડે ટુકડા કરી નાખીશ : ઓવૈસી

હૈદરાબાદ : એમઆઇએસ નેતા અસદુદ્દીન ઓવૈસીએ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસને ખુલ્લો પડકાર ફેંકતા તેને નર્કનાં કુતરાઓ ગણાવ્યા છે. એટલું જ નહી ઓવૈસીએ કહ્યું કે જો અબુ બકર અલ બગદાદી કોઇ મુસલમાનને મળવા ગયો તો તે તેનાં ટુકડે ટુકડા કરી નાખશે. ઓવૈસીએ મુસ્લિમ યુવકોને અપીલ કરતા કહ્યું કે ઇસ્લામ માટે જીવો, મરો નહી. માનવતા માટે જીવો.આ આપણો દેશ છે અહીં એક થઇને રહો.

ઓવૈસીએ અહીં એક સભામાં કહ્યું કે હું દુનિયાને સૌથી મોટો ખતરો આઇએસને માનું છું.આપણે તેનાં દ્વારા ફેલાવાતા બહેકાવામાં ન આવવું જોઇએ. તે વિશ્વ માટે ખતરો છે. આ સમગ્ર માનવજાત માટે ખતરો છે. આ દરમિયાન ઓવૈસીએ જેહાદનો અર્થ પણ જણાવ્યો હતો. તેણે કહ્યું કે જેહાદ કરવી હોય તો હથિયાર ન ઉઠાવશો. ગરીબને આગળ વધવામાં મદદ કરો. ગરીબની પુત્રીઓનાં લગ્ન કરવો તેનો અર્થ જ જેહાદ છે.

ઓવૈસીએ કહ્યું કે મદીનામાં હૂમલો કરનાર ઇસ્લામનો દુશ્મન છે. જે લોકો રોજા નથી રાખતા તેને રક્કામાં કત્લ કરવામાં આવ્યું. એવા લોકોને મારી નાખવા જોઇએ. તેમણે કહ્યું કે હું એક જાહેરાત કરુ છું કે અબૂ બકર અલ બગદાદ જો મળી ગયો કોઇ મુસલમાનને તો તેનાં ટુકડે ટુકડા કરી નાખીશ. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આઇએસ પર આપેલા પોતાનાં નિવેદન અંગે ઓવૈસીને ધમકી મળી ચુકી છે.

You might also like