ઓવૈસીનું એલાનઃ ISISના શંકાસ્પદ આતંકીએને આપીશુ કાનૂની મદદ

હૈદ્રાબાદઃ મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લમિન(એમઆઇએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ શુક્રવારે જણાવ્યું છે કે તેમની પાર્ટી એ યુવાનોને કાયદાકિય મદદ કરશે જેમને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કુત્યાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના કથિત મોડ્યૂલમાં શામેલ થવાના આરોપસર ધરપકડ કરી છે.

ઓવૈસીએ આ સાથે જણાવ્યું છે કે તેમની પાર્ટી આતંકવાદનું સમર્થન નથી કરતી. તેમણે કહ્યું કે અલ્લાહ ISની માનસિકતાને નાબુદ કરી નાખશે. તેમણે કહ્યું કે ઘરપકડ કરવામાં આવેલ યુવાનોના પરિવાર સાથે તેમણે મુલાકાત લીધી છે. તેઓ નિરદોષ છે. ઓવૈસીએ કહ્યું કે તેમણે સીનિયર વકીલ પાસે કાયદાકિય મદદ માંગી છે.

ઓવૈસીએ હૈદ્રાબાદમાં મક્કા મસ્જિદમાં રમજાનના છેલ્લાં શુક્રવારે એક સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે કાલે જો આ યુવાનો દોષિત સાબીત નહીં થાય તો તેમને તેમનું જીવન કોણ પરત કરશે? અમે આતંકવાદનું સમર્થન નથી કરતા . જો કોઇ ભારત પર હુમલો કરશે તો અમે સામે ઉભા રહીશું.

You might also like