રાતોરાત અબજોપતિ બન્યો PhD વિદ્યાર્થી, 5588 કરોડ રૂપિયામાં ફર્મ વેચી

લંડન: લંડનમાં પીએચડીનાે અભ્યાસ કરી રહેલાે વિદ્યાર્થી હેરી ડેસ્ટેક્રો રાતોરાત અબજોપતિ બની ગયો છે. તેની બાયોટેક ફર્મ જિઇલોને ડેન્માર્કની હેટકેર કંપની નોવો નોરડિસ્કે ૬ર૩ મિલિયન પાઉન્ડ (લગભગ પપ૮૮ કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે.

ફર્મને ર૦૧૪માં હેરી ડેસ્ટેક્રો, તેના પ્રોફેસર એન્થની ડેવિસ અને એક બિઝનેસમેને મળીને બનાવી હતી. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલે કહ્યું કે આ ડીલથી ડાયાબિટિસના ઇલાજમાં મદદ મળી રહેશે. ડેન્માર્કની નોવો નોરડિસ્કે દુનિયાનું પહેલંુ ઇન્સ્યુલિન ઇન્જેકશન બનાવ્યું હતું.

જિઇલોના ડાયરેકટર્સે કહ્યું કે તેમની ફર્મ આગામી દાયકામાં ડાયાબિટિસના ઇલાજમાં કારગત ભૂમિકા ભજવશે. હાલમાં દુનિયામાં ૩૮ કરોડથી વધુ ડાયાબિટિસના દર્દીઓ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ ર૦રપ સુધી ભારતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા ૧૩ કરોડથી વધુની થઇ જશે. ટાઇપ-ર ડાયાબિટિસમાં ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેવાની જરૂર પડે છે જેથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ નિયંત્રિત રહે.

ગ્લુકોઝ રિસ્પોન્સિવ ઇન્સ્યુલિનથી ઇલાજ થશે
જિઇલોએ જે ટેકનિક વિકસાવી છે તે અનુસાર અચાનક શુગર લેવલ ડાઉન થતું રોકવામાં મદદ મળશે. કંપનીએ એક એવું ગ્લુકોઝ રિસ્પોન્સિવ ઇન્સ્યુલિન તૈયાર કર્યું છે જેને લેતાં જ તે શરીરમાં ત્યાં સુધી નિષ્ક્રિય રહેશે જ્યાં સુધી શરીરમાં શુગરનું લેવલ વધુ કે ઓછું ન થઇ જાય. બ્લડ શુગર ઘટવાની બાબતને હાઇપોગ્લાસિનિયા કહેવામાં આવે છે.

You might also like