નોટબંધીના 6 દિવસની અંદર સહકારી બેંકો પાસે આવ્યા 9 હજાર કરોડ રૂપિયા

ઠાણે: નવેમ્બરથી નોટબંધીની શરૂઆત થયાના 6 દિવસની અંદર દેશભરમાં જિલ્લા સહકારી બેંકોની પાસે 9 હજાર કરોડ રૂપિયા જમા થયા. આંકડા પ્રમાણે નવેમ્બર 10 થી નવેમ્બર 15 વચ્ચે રાજ્યોની દિલ્લા સહકારી બેંકોના 9 હજાર કરોડ રૂપિયાની રોકડ રકમ આવી.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુકસાન અને મોટા પ્રમાણમાં નોન પર્ફોમિન્ગ અસેટ્સની સમસ્યાથી પરેશાન થઇ રહેલા બેંકોની પાસે અચાનકથી 147 કરોડ રૂપિયાથી વધારે જમા થયા. એની જાણકારી મળતાં જ સરકારે આ બેંકોને 500 અને 1000ની જૂની નોટો સ્વીકાર કરવા માટેની ના પાડી દીધી. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે બ્લેક મની રાખનાર લોકોની સહકારી બેંકમાં ઓળખાણ હતી, તેમણે મોટા પ્રમાણમાં પોતાની બિનજાહેર સંપત્તિને નવી નોટમાં બદલાવી નાંખી.

નાબાર્ડના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ડો. કેજી કર્મકારનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રચલન ચાલતું આવ્યું છે કે નેતા ખેડૂતોના નામ પર સહકારી બેંકોમાં પોતાના ખાતા ખોલાવે છે અને પછી મની લોન્ડ્રિંગ માટે એમનો ઉપયોગ કરે છે. અધિકારીઓએ કેરલના બેંકોના આંકડા પર વિશેષ આશ્વર્ય દેકાડ્યું કારણ કે રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ સારી નથી, તેમ છતાં અહીંની સહકારી બેંકોમાં 1800 કરોડ રૂપિયા જમા થયાં.

You might also like