પંચાયતીરાજ વિભાગમાં પડી Bumper Vacancy, 4192ને મળશે નોકરી

બિહાર પંચાયતીરાજ વિભાગમાં ઘણી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ટેકનિકલ આસિસ્ટેન્ટ અને એકાઉન્ટેટ કમ આઇટી આસિસ્ટન્ટની જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂંક કોન્ટ્રાકટના આધારે કરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છો છો તો અંતિમ તારીખ પહેલા કરી શકો છો અરજી.

જગ્યા : આ ભરતીના માધ્યમથી 4192 પદ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે 2096 જ્યારે એકાઉન્ટન્ટ તરીકે 2096 જગ્યા સામેલ છે.

ઉંમર : આ જગ્યા માટે 37 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે

યોગ્યતા : ટેકનિકલ આસિસ્ટેન્ટ માટે સિવિલ એન્જીનિયરમાં ડિપ્લોમાં અને એકાઉન્ટન્ટ માટે બીકોમ હોવા જરૂરી છે.

અરજી માટે ફી : અરજી માટે ઉમેદવારે કોઇ ફી આપવાની નથી.

અરજી કરવાની શરૂઆત : 16 ઓગસ્ટ, 2018

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ biharprd.bih.nic.in/recruitment.html પર જઇ અરજી કરી શકે છે.

You might also like