VIDEO: સમરસતાનું `ભજન’ FLEEP કેટરર્સનું `ભોજન’,નેતાઓનું ડર્ટી પોલિટિક્સ

ભાજપ દ્વારા સમરતાના નામે દલિત મત અંકે કરવાની યોજનાની ફજેતી,ખુદ તેમના જ મંત્રીઓ દ્વારા થઈ રહી છે. મત મેળવવા સમરસતાની મોટી મોટી વાતો કરતા ભાજપના જ નેતાઓ, દલિતો સાથે ભોજનથી યુક્તિ પૂર્વક છટકી રહ્યા છે. દલિતોના ઘરમાં સમરસતાના પ્રચાર સાથે ઘૂસેલા નેતાઓના આચાર જુદા છે. કોઈ બહારથી કેટર પાસેથી ભોજન મગાવે છે, તો કોઈ ખુલ્લાં મંચ પરથી દલિતો સાથે ભોજન ન લેવા અંગે પોતાની ફિલસૂફી સમજાવે છે.

ઉલ્લેખનીય છે કે, મત અંકે કરવાની ઉતાવળમાં દલિત પ્રેમના નાટકોના બે અલગ અલગ ચહેરા જોવા મળ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શરૂ કરેલા દલિતોના ઘરે જઈને ભોજન કરવાના કાર્યક્રમોનો ખુલ્લેઆમ ભંગ પક્ષના જ હિંદુવાદી છબી ધરાવતા મંત્રી ઉમાભારતીએ કર્યો હતો.

મધ્યપ્રદેશના છતરપુર ગામમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ સામાજિક સમરસતા ભોજનમાં દલિતો સાથે ભોજન કરવાની ના પાડી દીધી. છતરપુરના નૌગાંવ તાલુકાના દદરી ગામમાં પહોંચેલી ઉમા ભારતીએ મંચ પરથી જ કહ્યું કે, તે આ સમરસતા ભોજન સમારંભમાં ભોજન નહીં કરે. તે દલિતોના ઘરે જમવાના બદલે દલિતોને પોતાના ઘરે બોલાવીની ભોજન કરાવશે અને પોતાના પરિવારના લોકો દ્વારા તેમના એઠાં વાસણો સાફ કરાવશે.

તો બીજી તરફ ભાજપના જ એક મંત્રી સુરેશ રાણા લોહગઢમાં રાત્રિ નિવાસ દરમિયામ દલિતના ઘરના બદલે કેટશરગ પાસેથી ભોજન મંગાવીને જમ્યા એ વાતે હોબાળો થયો હતો. ચબરાક નેતાએ પોતાની રાતની આ ભૂલ સુધારી લેતાં સવારે દલિત નેતા સુનપતિ સિંહના ઘરે જઈને ચા પીને છબી સુધારવાનો પ્રયત્ન કર્યો,લોકોના સવાલનો જવાબ આપતા ધારાસભ્યે એમ કહીને બચાવ કર્યો કે,મંત્રીજીનું ભોજન દલિત સતીશના ઘરે નક્કિ હતું પરંતુ કાર્યકર્તાઓ વધી જતા ઉતાવળના કારણે બહારથી ભોજન મગાવવું પડયું.

ઉમાભારતી છતરપુર ખાતે સંત રવિદાસની પ્રતિમાનું અનાવરણ કરવા ગયા હતા.જ્યા પ્રતિમાં અનાવરણ કાર્યક્રમ ઉપરાંત સમરસતા ભોજનનો પણ કાર્યક્રમ હતો. પરંતુ ઉમાભારતીએ રામાયણના સુંદરકાંડનો પાઠ અને સમરસતાનું મોટુ ભાષણ પૂરું કર્યું. ત્યાર બાદ આયોજકોએ તેમને દલિતો સાથ ભોજન માટે આમંત્રણ આપ્યું.

પરંતુ ઉમાભારતીએ માઈક પરથી જ સાફ સંભળાવી દીધું કે, હું દલિતો સાથે ભોજન નથી કરતી. પરંતુ દલિતોને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવું છું. એટલું જ નહીં ઉમાભારતીએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, અમે કોઈ ભગવાન રામ નથી કે દલિતો સાથે ભોજન કરશું તો તે પવિત્ર થઈ જશે. પરંતુ દલિતો જ્યારે અમારા ઘરે આવીને ભોજન કરશે ત્યારે અમે પવિત્ર થઈશું અને આ માટે જ હું ક્યારેય સામાજિક સમરસતા ભોજનમાં ભાગ લેતી નથી.

You might also like