પીઓકેમાં પોતાનાં સૈનિકોની હાજરી અંગે ચીનનો ગોળગોળ જવાબ

બેઇજિંગ : ચીને પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરમાં એક અગ્રિમ ચોકી અંગે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નાં સૈનિકોની હાજરીનાં સમાચારો અંગે કોઇ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે તેણે આ વાત અંગે ખેદ વ્યક્ત કર્યા કહ્યું કે મીડિયામાં વાસ્તવીક નિયંત્રણ રેખા પર ભારતની તરફ ધુસણખોરીનાં સમાચારોને રહી રહીને ઉછાળવામાં આવી રહી છે.ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લૂ કોંગે એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાનનાં કબ્જામાં રહેલા કાશ્મીરમાં નૌગામ સેક્ટરની સામે એક વધારાની ચોકી અંગે પીપલ્સ લિબરેશ આર્મીનાં સૈનિકોની હાજરી અંગે પુછવામાં આવતા કહ્યું કે તમે જે ઘટનાની વાત કરી રહ્યા છો તે અંગે મને જાણ નથી.

પીએલએ સૈનિકો દ્વારા લદ્દાખ સેક્ટરમાં ભારતીતય ક્ષેત્રમાં ઘૂસણખોરીનાં હાલમાં જ આવેલા સમાચારો અંગે પુછવામાં આવતા તેમણએ કહ્યું કે સીમા પર આવી વસ્તુઓ થતી જ રહે છે. આ ઘટનાં સામાન્ય છે. તેમણે કહ્યું કે અમને એ વાતનો ખેદ છે કે મીડિયા આ પ્રકારનાં મુદ્દાઓને ઉછાળતું રહે છે. ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાને સારી ગતી પ્રાપ્ત થઇ છે. મૈત્રી સહયોગ દ્વિપક્ષીય સંબંધોનો જ આધાર છે. કોંગે કહ્યું કે કાશ્મીરનાં મુદ્દે ચીનનું વલણ ભારત અને પાકિસ્તાન બંન્ને સાથે એક સરખું જ રહ્યું છે. તેમણે કહ્યું કે અમારૂ માનવું છે કે પ્રાસંગિક મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઇતિહાસનો એક બચેલો મુદ્દો છે. અમારૂ કહેવું છેકે બંન્ને દેશોને આ વાતચીત અમે સલાહ દ્વારા યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઇએ.

શું પીએલએ સૈનિકોની હાજરી 46 અબજ ડોલરવાળા ચીન અને પાકિસ્તાન આર્થિક ગલિયારાનાં કાર્ય સાથે જોડાયેલી છે જે અંગે ભારત દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેનાં જવાબમાં કોંગે માત્ર કાશ્મીર મુદ્દે ચીનનાં વલણની વાત કરી હકતી. ભારતે ચીનનાં શિંજિંયાગ પ્રાતને પાકિસ્તાનનાં ગ્વાદર બંદર સાથે જોડનારા ગલિયારા મુદ્દે ચીનની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કારણ કે આ ટનલ પાકિસ્તાનનાં કબ્જાવાળા કારાકોરમ રાજમાર્ગને અડીને આવેલું છે. જ્યારે ચીનનું કહેવું છેકે તે ટનલ રેશમ માર્ગનો પહેલો હિસ્સો છે. જેનો ઉદ્દેશ લોકોની આજીવીકામાં સુધારો કરવાનો છે. આ કોઇ પણ પ્રકારે કાશ્મીર મુદ્દાને અસર નથી કરતું.

You might also like