એલર્જીને ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવે છે આપણું મન

એલર્જીથી થતી પરેશાનીઓથી બચવામાં આપણી ભાવના અને મન મોટી ભૂમિકા ભજવે છે. આપણે આપણા ઈમોશન પર નિયંત્રણ રાખીને એલર્જીના પ્રભાવને ઘટાડી શકીએ છીએ.

આ વાત એક અભ્યાસમાં સામે આવી છે. અભ્યાસ દરમિયાન કોઈ ખાસ વૃક્ષથી એલર્જી અનુભવનાર દર્દી પર પ્રયોગ કરાયો છે. આ દરમિયાન દર્દી પાસે તે જ છોડ રાખવામાં આવ્યો, જેનાથી તેને એલર્જી હતી. છોડને પોતાની સાથે જોતાં તે વ્યક્તિને છીંકો આવવી શરૂ થઈ હતી. ત્યારબાદ દર્દીને જણાવાયું કે આ છોડ અસલી નથી, પરંતુ કૃત્રિમ છે. આ જાણકારી બાદ દર્દીના મનની દશામાં ઝડપથી સુધારો થયો હતો.

અભ્યાસમાં જાણવા મળ્યું કે એલર્જીને લઈ વધુ સંવેદનશીલ રહેવાના કારણે પણ તેની સાથે જોડાયેલી પરેશાનીઓ હાવી થઈ જાય છે.

બ્રિટનમાં કરાયેલા અભ્યાસથી જાણવા મળ્યું કે જે વસ્તુથી લોકોને એલર્જી હોવાની વાત કહેવાય છે. વાસ્તવમાં જ્યારે લોકો સામે એ ચીજોને રાખવામાં આવી તો એલર્જીનાં લક્ષણોમાં ભારે કમી જોવા મળી હતી.

You might also like