“સ્લમડોગ મિલ્યોનેર” ફેમ દેવ પટેલનું પ્રથમ વાર ઓસ્કર માટે નામાંકન

ભારતીય મૂળના બ્રિટિશ કલાકાર દેવ પટેલે પહેલી વાર ઓસ્કર એવોર્ડ્સ માટે નામાંકન કર્યું છે. તેમને લાયન ફિલ્મ માટે સર્વશ્રેષ્ટ સહ-અભિનેતા કેટેગરી માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં તેમણે પોતાના પરિવારથી છૂટા પડી ગયેલા એક યુવકની ભૂમિકા ભજવી છે, જે ગૂગલ અર્થના સહારે પોતાના ઘર સુધી પાછો પહોંચવા કોશિશ કરે છે.

નિર્દેશક ગાર્થ ડેવિસની ફિલ્મ લાયન એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. પોતાના નામાંકનને પર મુંબઈમાં બેઠેલા દેવ પટેલે કહ્યું કે હું અહીં બેઠો છું અને મારું મોં ખુલ્લું છે અને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ કેવી રીતે થઈ ગયું.

તેણે વધુ જણાવ્યું કે મારી માતા કામ કરી રહી છે અને પોતાની ઓફિસમાં નાચીકૂદી રહી છે અને આંસુઓમાં ડૂબેલી છે. લાયન ફિલ્મને કુલ 6 વર્ગોમાં નોમિનેશન મળ્યું છે. એમાં તેને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે પણ નામાંકન મળ્યું છે.

You might also like